Gujarat politics: છેલ્લા ઘડીએ સાંસદ મનસુખ વસાવાની પાછીપાની, ચૈતર વસાવા સામે ડિબેટમાં નહીં લે ભાગ
Gujarat politics: નર્મદામાં યોજાનારી જાહેર ડિબેટ મોખુફ રાખવામાં આવી છે. હકિકતમાં સાંસદ મનસુખ વસાવા સરતી મંજૂરી સાથે આવવા તૈયાર નથી. તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ યોજાય એવી સરત કરી હતી.
Gujarat politics: નર્મદામાં યોજાનારી જાહેર ડિબેટ મોખુફ રાખવામાં આવી છે. હકિકતમાં સાંસદ મનસુખ વસાવા સરતી મંજૂરી સાથે આવવા તૈયાર નથી. તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ યોજાય એવી સરત કરી હતી. તો સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 4 લોકોની વચ્ચે પણ ડિબેટ કરવા તૈયાર થયા છે. 10 વાગે ધારાસભ્ય ચૈતર વસાવા ડિબેટ માટે પહોંચી જશે તેવી માહિતી સામે આવી છે. જોકે સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં જવા તૈયાર નથી. એટલે એક વ્યક્તિ સાથે ડિબેટ થાય નહીં. આમ દેશની પ્રથમ ઓપન ડિબેટ કેન્સલ થઈ છે. તો બીજી તરફ ડિબેટ કેન્સલ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. આ ઉપરાંત પોલીસે ચેતર વસાવાને ડેડીયાપડા ખાતે નજર કેદ કર્યા હોવાની પણ વાત સામે આવી રહી છે.
અમૂલના દૂધની કિંમતમાં ફરી એકવાર વધારો
મોધવારીના માર વચ્ચે હવે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો છે. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.
તો બીજી તરફ દૂધ સાગર ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે 770ના બદલે 790 રૂપિયા મળશે. ડેરીના નિર્ણયથી પાંચ લાખ પશુપાલકોને ફાયદો થશે. અમૂલ ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હવે દૂધના પ્રતિ કિલો ફેટે હવે 800ને બદલે 820 રૂપિયા ચૂકવાશે.. નવો ભાવ વધારો આજથી અમલી કરવામાં આવ્યો છે.
દૂધની કિંમતમાં પણ પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો
ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટ 2022માં બરોડા ડેરીએ ગોલ્ડમાં 5 લિટરે રૂા.10, તાઝામાં લિટરે રૂા.2નો વધારો કર્યો હતો. જ્યારે માર્ચ 2022માં શક્તિ અને ગોલ્ડમાં પ્રતિ લિટરે રૂા.2 કિંમત વધી હતી.ઉલ્લેખનિય છે કે, પશુ આહારમાં ઉપયોગમાં લેવાતા ઘાસચારા સહિતની કિંમત વધી જતાં ડેરીએ દૂધ ખરીદ કિંમતમાં વઘારી છે. જેના પગલે દૂધની કિંમતમાં પણ પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે.