Kutch: ભુજની જૂની જેલ કમ્પાઉન્ડમાં ભયાનક આગ, વાહનોમાં થયા વિસ્ફોટ
ભુજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં જૂની જેલ કમ્પાઉન્ડમાં ભયાનક આગ ફાટી નિકળી છે. ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નિકળી છે.

ભુજ: ભુજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં જૂની જેલ કમ્પાઉન્ડમાં ભયાનક આગ ફાટી નિકળી છે. ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નિકળી છે. જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે. આ આગની ઘટનામાં એક પછી એક બ્લાસ્ટ થયા હતા.

આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.
વાહનોમાં જોરદાર વિસ્ફોટ થયા હતા
આ આગની ઘટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક બની હતી. જ્યાં બંધ પડેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં પોલીસે જપ્ત કરેલા ટુ-વ્હીલર અને અન્ય વાહનો રાખવામાં આવ્યા હતા. આ વાહનોની ટાંકીઓમાં રહેલા પેટ્રોલ અને ડીઝલને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા વાહનોમાં જોરદાર વિસ્ફોટ થયા હતા.
જોરદાર વિસ્ફોટ થતા લોકોમાં ડરનો માહોલ
વાહનોમાં જોરદાર વિસ્ફોટ થતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. આ આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી.
સરપટા વિસ્તારમાં દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ-ડીઝલ હોવાના કારણે આગ લાગી તથા ગરમીને પગલે વાહનોમાં વિસ્ફોટ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ આગની ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે શરુ કરી તપાસ
જૂની જેલ કમ્પાઉન્ડમાં ભયાનક આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ તો સામે નથી આવ્યું. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે બંધ જેલમાં વર્ષોથી પડતર રહેલા વાહનોમાં આગ લાગી હોઈ શકે છે, પરંતુ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ, આગજની કે અન્ય કારણોની શક્યતાઓ પણ તપાસવામાં આવી રહી છે.




















