શોધખોળ કરો

Navsari: નવસારીમાં ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

નવસારી: નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભૂલા ફળિયા પાસે બાઈક સવારને ટ્રક ચાલકે અડફેટે લીધો છે. જેમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપડ્યું છે.

નવસારી: નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભૂલા ફળિયા પાસે બાઈક સવારને ટ્રક ચાલકે અડફેટે લીધો છે. જેમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપડ્યું છે. અકસ્માત બાદ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. નવસારી ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મૃતક યુવક ગણદેવી તાલુકાનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

16 વર્ષના કિશોરેનું અકસ્માતમાં મોત

અમદાવાદ: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બાળકોને વાહન આપતાં પહેલા માતા પિતાએ ચેતી જવાની જરૂર છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ ભદ્રેશ્વર સોસાયટી પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 16 વર્ષીય કિશોરનું સ્કૂલે જતી વખતે એક્ટિવા સ્લીપ થઈ જતાં મોત નીપજ્યું છે. એક્ટિવા પર કિશોર અને તેની પાડોશમાં રહેતી કિશોરી એક્ટિવા પર સવાર હતા. એક્ટિવા સ્લીપ થઈ જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા કિશોરનું મોત નીપજ્યું છે. તો બીજી તરફ એક્ટિવા પર પાછળ બેઠેલી કિશોરીને આંખના ભાગે ઇજાઓ પોહચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ છે. હવે આ મામલે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં ટેમ્પો જીવંત વીજ વાયરને અડી જતા લાગી આગ

સાવલી તાલુકાના સાકરદા-ભાદરવા રોડ ઉપર આઇસર ટેમ્પો જીવંત વીજ વાયરને અડી જતા ટેમ્પામાં આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે ચાલકનું ઘટના સ્થળે જ મોજ નીપજ્યું હતું. સાકરદા-ભાદરવા રોડ પર એક ખાનગી કંપનીની બહાર આ દુર્ઘટના સર્જાઈ હતી. આ આગની ઘટના બાદ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે નોંધાયો પ્રથમ કેસ

ઉત્તરાયણમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવા પર પોલીસે પ્રતિબંધ મુક્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે પહેલો કેસ નોંધાયો છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.

ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોએ આકાશમાં પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ આ મજા ઘણીવાર અન્ય લોકો માટે સજા બની જાય છે. આપણ દર વર્ષે જોઈએ છીએ કે, પતંગની દોરીથી ઘણા પક્ષીઓ અને માણસોને ગંભીર ઈજા થાય છે અને ઘણીવાર આ ઈજા મોતમાં પણ પરિણમે છે. આવા જ મોતની ઘટના સુરતમાં સામે આવી છે.

પતંગની દોરીએ કામરેજ ના નવાગામના એક પરિવારના મોભી છીનવી લીધો છે. આધેડ નોકરીથી પરત ઘરે ફરતી હતા ત્યારે દોરીથી ગળું કપાતા મોત થયું હતું.પરિવારના મોભી એવા 52 વર્ષીય બળવંત પટેલ ગઈકાલે સાંજે ડાયમંડ નગરથી નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન  સુરતથી કામરેજ તરફ આવતા માર્ગ પર સહકાર નગર પાસે ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી. ગળું કપાવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટના સ્થળે પહોંચેલી 108 બળવંતભાઈને હોસ્પિટલ તો લઈ ગઈ પરંતુ સારવાર મળે એ પહેલા જ બળવંત ભાઈનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Advertisement
ABP Premium

વિડિઓઝ

The Sabarmati Report: 'સત્ય સામે આવી જાય છે..': PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મના કર્યા વખાણPatan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચારSurat Hit and Run: સુરતમાં બેફામ ડમ્પર ચાલકોનો કહેર, પાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યોAnand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી
IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી
Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ
Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Embed widget