શોધખોળ કરો

દાહોદઃ PSIની પત્નિ-પુત્રીએ પીછો કરતાં PSIને કોની સાથે શારીરિક સંબંધો હોવાનો ભાંડો ફૂટ્યો? મા-દીકરી બંનેને કેમ લાગ્યો જોરદાર આઘાત?

ડામોરની પહેલી પત્નિને પતિનું વર્તન શંકાસ્પદ લાગતાં પહેલી પત્ની તથા તેમની દિકરીએ ડામોરનો પીછો કરતાં પતિના કરતૂતોની ખભર પડતાં હોસ્પિટલમાં તકરાર અને ઝપાઝપી થઈ હતી

દાહોદઃ લીમડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણજીત ડામોરે પહેલી પત્નિ હોવા છતાં બીજી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા ને તેની સાથે ખાનગીમાં લગ્ન પણ કરી લીધાં હતાં. આ સંબંધોના કારણે બીજી પત્ની પ્રેગનન્ટ થતાં ડામોર તેની પ્રસુતિ કરાવવાં લાવતાં દાહોદ શહેરની હોસ્પિટલમાં લાવ્યા હતા. ડામોરની પહેલી પત્નિને પતિનું વર્તન શંકાસ્પદ લાગતાં પહેલી પત્ની તથા તેમની દિકરીએ ડામોરનો પીછો કરતાં પતિના કરતૂતોની ખભર પડતાં હોસ્પિટલમાં તકરાર અને ઝપાઝપી થઈ હતી. પીએસઆઈ ડામોરે પહેલી પત્નીને માર મારતાં હોબાળો મચી ગયો હતો. આ અંગે ડામોરની પહેલી પત્નીએ પતિ તથા બીજી પત્નીની માતા સામે દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. લીમડી પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીએસઆઈ રણજીતસિંહ દેવચંદભાઈ ડામોરના લગ્ન ચૌદ વર્ષ અગાઉ કરૂણાબેન સાથે થયા હતા. આ દંપતીને સંતાનમાં એક પુત્રી છે. 16 નવેમ્બરે રોજ કરૂણાબેન તથા તેમની પુત્રી દાહોદ બજારમાં કોઈ કામ માટે આવ્યા હતા. પુત્રીએ પિતા રણજીતસિંહ ડામોરને કારમાં જતા જોઈને તેમનો પીછો કર્યો હતો. રણજીતસિંહ ડામોરે પોતાની કાર દાહોદમાં આવેલ વુમન પડવાલ હોસ્પિટલના પટાંગણમાં ઉભી રાખતાં તેઓ હોસ્પિટલમાં પાછળ પાછળ ગયા હતા હોસ્પિટલમાં અંદર જતાં કરૂણાબેન અને તેમની પુત્રીને ખબર પડી કે, પી.એસ.આઈ. રણજીતસિંહ ડામોર પોતાની બીજી પત્ની કાજલબેનને આ હોસ્પિટલમાં પ્રસુતિ માટે લાવ્યા છે. આ વાત સાંભળી બંને સ્તબ્ધ થઈ ગયાં હતાં. આ અંગે માતા-પુત્રી રણજીતસિંહ ડામોર પાસે જતાં રણજીતસિંહ ડામોર અને બીજી પત્નીની માતા જુનાબેન કરણસિંહ મોહનીયા (રહે. દેલસર) એ કરૂણાબેન અને તેમની પુત્રી સાથે ઝપાઝપી ઉપર ઉતરી મારઝુડ પણ કરી હતી. પડવાલ વુમન હોસ્પિટલના હાજર સ્ટાફે તેમને છોડવવા વચ્ચે પડયા હતા. આ મુદ્દે કરૂણાબેને દાહોદ તાલુકા પોલીસ મથકે પોતાના પતિ રણજીતસિંહ ડામોર અને બીજી પત્નીની માતા જુનાબેન કરણસિંહ મોહનીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget