શોધખોળ કરો
Advertisement
નદીમાં તણાઈ રહેલા 2 યુવાનોને 3 શીખ યુવકોએ પોતાની પાઘડીથી બચાવ્યા, જાણો વિગત
શીખ યુવકોએ પોતાની પાઘડી ઉતારીને તેનું દોરડું બનાવ્યું હતું અને નદીમાં ડૂબતા બંને યુવકોને બચાવી લીધા છે.
બનાસકાંઠા: બનસાકાંઠામાં સિયાવા નદીમાં 2 યુવકો નાહ્વા માટે પડ્યા હતા, અચાનક બંને યુવક ડૂબવા લાગ્યા હતા. આ બંને ડૂબતા યુવકોને ત્યાં હાજર કેટલાક શીખ યુવકોએ બચાવી લીધા હતા. શીખ યુવકોએ પોતાની પાઘડી ઉતારીને તેનું દોરડું બનાવ્યું હતું અને નદીમાં ડૂબતા બંને યુવકોને બચાવી લીધા છે.
અહેવાલ અનુસાર આબુરોડ હાઇવે પર સિયાવા નદીમાં મહેસાણાના 2 યુવકો નાહ્વા માટે ગયા હતા. આ દરમિયાન એક યુવક નદીના પ્રવાહમાં ડૂબવા લાગ્યો હતો. ત્યારે ત્રણ શીખ યુવકોએ પોતાની પાઘડીનું દોરડું બનાવી ડૂબતા યુવકને બચાવી લીધો હતો.
વરસાદના કારણે સિયાવા નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે. નદીના પાણીમાં નાહ્વા પડેલા આ યુવકો તણાઇ રહ્યા હતા ત્યારે 3 શીખ યુવકોએ પોતાની પાઘડીની મદદથી ડૂબતા યુવકને બચાવ્યા હતા. આબુરોડની ગુરૂનાનક કોલોનીમાં રહેતા ત્રણેય મિત્રો પરિવાર સાથે પિકનિક મનાવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
Advertisement