જૂનાગઢનો યુવક બન્યો ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગઠિયાઓએ 26.15 લાખ રૂપિયા પડાવ્યા
યુવાનને સાયબર ગઠિયાઓએ મુંબઈ ક્રાઈમબ્રાન્ચના અધિકારીની ઓળખ આપી હતી

જૂનાગઢનો એક યુવક ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યો હતો. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢનો એક યુવક ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યો હતો. એક યુવાનને સાયબર ગઠિયાઓએ મુંબઈ ક્રાઈમબ્રાન્ચના અધિકારીની ઓળખ આપી તાઈવાન મોકલવામાં આવી રહેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું હોવાની વાત કરી હતી. આ પાર્સલ માટે તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો હોવાની વાત કરી હતી અને યુવકને ડિજીટલ અરેસ્ટ કર્યો હતો અને યુવક પાસેથી 26.15 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સાયબર ગઠિયાઓએ યુવકને ધમકી આપી હતી કે તેને જેલમાં જવું પડશે અને જો તેને જેલમાં ન જવું હોય તો રૂપિયા આપવા પડશે. ત્યારબાદ યુવક પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી કુલ 26.15 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદ થતા જૂનાગઢ સાયબર પોલીસે અજાણ્યા ગઠિયાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢના યુવકને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં તેણે મુંબઈની એક કુરીયર કંપનીના કસ્ટમર ઓફિસરની ઓળખ આપી હતી. તમારા નામથી એક પાર્સલ તાઈવાનના એડ્રેસ પર મોકલવામાં આવ્યું છે. જે મુંબઈ કસ્ટમ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યું છે. જેમાં તમારા આધારકાર્ડનો ઉપયોગ થયો છે. આ પાર્સલમાં 2૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ અને 35000 મળ્યા છે. બાદમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી અન્ય કોઇ વ્યક્તિએ વાત કરી હતી. બાદમાં અલગ અલગ ખાતામાં જમા 26.15 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર પડાવી લીધા હતા. યુવકે ઓનલાઈન છેતરપિંડી થયાની જાણ થતા આ મામલે તેણે સાયબર પોલીસને અરજી આપી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા ગઠીયાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સાયબર છેતરપિંડીથી પોતાને બચાવવા માટે આ બાબતો યાદ રાખો
સાયબર છેતરપિંડી અથવા ડિજિટલ ધરપકડથી પોતાને બચાવવા માટે જ્યારે તમને કોઈ અજાણ્યા નંબર પરથી કૉલ આવે ત્યારે ગભરાવું નહીં તે મહત્વનું છે. સૌ પ્રથમ તેને સાંભળો અને જ્યારે તમને નકલી કોલ આવે ત્યારે કોલને ડિસ્કનેક્ટ કરો અને નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર તેની જાણ કરો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
