શોધખોળ કરો

Bharuch: અજાણ્યા વાહને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત, 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

ભરૂચ: આમોદના યુવકનું અજાણ્યા વાહનની અડફટે આવતા મોત નીપજ્યું છે. મૃતકનું નામ રાકેશ વસાવા છે અને તે ત્રણ બહેનો વચ્ચે એકનો એક જ ભાઈ હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

ભરૂચ: આમોદના યુવકનું અજાણ્યા વાહનની અડફટે આવતા મોત નીપજ્યું છે. મૃતકનું નામ રાકેશ વસાવા છે અને તે ત્રણ બહેનો વચ્ચે એકનો એક જ ભાઈ હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક રાકેશ પોતાની બાઈક લઈને જંબુસર જતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લીધો હતો. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા રાકેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક રાકેશની ઉંમર 23 વર્ષની હતી. પોલીસે મૃતદેહને હોસ્પિટલે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ બનાવમાં 4 લોકોની હત્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 4 ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. કલોલ,ભેસાણ,નવસારી અને દાહોદમાં હત્યાની ઘટના સામે આવી છે. આ હત્યાના એક બાળક, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. 3 હત્યામાં હત્યારા ઘરના લોકો જ હતા. 

કલોલમાં મહિલાની હત્યા

કલોલના સઈજ નજીક સામાન્ય બાબતે મહિલાની હત્યા કરવામાં આવી છે. આશરે 40 વર્ષીય ભારતીબેન ચંદુભાઈ દંતાણીની હત્યા કરવામાં આવી છે. છરીના ઘા મારી ભારતીબેનનું મર્ડર કરાયું છે. સઈજથી નાનજી રોડ પર આવેલ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાછળ આ ઘટના બની છે. ઝાડ કાપવા જેવી નાની બાબતે 15 વધુ લોકોના ટોળાએ મહિલા પર હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઘર કંકાસને લઈ ભારતીબેન પોતાના બે બાળકો સાથે પિયરમાં રહેતા હતા. કલોલ તાલુકા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનામાં સંડોવાયેલ 9 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.

તુ તારી બહેનને કેમ નથી મોકલતો, તેમ કહી ધારિયાના ઘા ઝીંકી કરી નાખી ઘાતકી હત્યા

દાહોદ વિસ્તારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સીંગાપુર ગામે સાળાએ જ બનેવીની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. મૃતક અને આરોપીએ સામ સામે બહેનો સાથે લગ્ન કર્યા હતા. સાટાપાટમાં થયેલા લગ્નને કારણે વિવાદ ચાલતો હતો. મુળ પંચમહાલના દહીકોટના વતની મૃતક પ્રતાપ બારીયા સીંગાપુર ગામે રહેતા હતા. પ્રતાપ ભાઈ સવારે પોતાની પત્ની સાથે ખેતી કરતા હતા તેવા સમયે સાળો નાયકાભાઈ બારીયા આવી તુ તારી બહેનને કેમ નથી મોકલતો તેમ કહી ગળાના ભાગે અને હાથના ભાગે ધારીયુ મારતા પ્રતાપ ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.જે બાદ તેમનું મોત નિપજ્યું હતું. હત્યાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસાણ તાલુકાના ચણાકા ગામે હત્યાના મામલાથી ચકચાર મચી જવા પામી છે. અહીં સસરાએ જ પુત્રવધુની હત્યા કરી નાખી છે. મૃતક મહિલાનું નામ રસીલાબેન છે. આ હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર મહીલા ઘર ચલાવવા અન્યની વાડીએ મજુરી કામે જતી હતી. જે મહિલાના સસરાને પસંદ નહોતું. જે વાતનો ખાર રાખી મહિલાના સસરાએ પુત્રવધુનું ઢીમ ઢાળી દીધું હતું. મહિલાના સસરા શંભુ માંડવીયા સામે હાલમાં હત્યાનો ગુનો નોંધાયો છે. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે, આ હત્યા અંગે હાલમાં ભેસાણ પોલીસ તપાસ કરી રહી છે.

પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો લેવાયો ભોગ

નવસારીના ખેરગામમાં પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો ભોગ લેવાયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ખેરગામના જગદીશ પટેલ અને તેની પત્ની પીનલ વચ્ચે કોઈ વાતે વિવાદ ચાલતો હતો. વિવાદને કારણે પીનલ પુત્રી સાથે તેના પિયર ભેરવી રહેતી હતી, જ્યારે જગદીશ દીકરા જય સાથે રહેતો હતો.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી ખેરગામ પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. બીજી તરફ હુમલામાં ઘાયલ પીનલને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. પોલીસે ભાગી છૂટેલા જગદીશ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પિતા સામે પુત્રની હત્યા અને પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget