અમદાવાદ: આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળી આંદોલન કરશે, જાણો વધુ વિગતો
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળી આંદોલન કરશે.
અમદાવાદ: આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળી આંદોલન કરશે. મોંઘી વીજળી સામે AAP સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે. 15 જૂનથી ઝુંબેશ શરૂ થશે. તમામ પક્ષના નેતાઓ આંદોલનમાં જોડાશે. આગેવાનો વિવિધ નગરપાલિકાઓમાં જશે. આપ સમગ્ર ગુજરાતમાં મોંઘા વીજળીના બીલ બાળી વિરોધ પ્રદર્શન કરશે.
15 જૂનથી વિજળી આંદોલન શરૂ થશે. જેમાં તમામ જિલ્લાનાં મુખ્ય મથકોએ પાર્ટીનાં આગેવાને મિડીયા બ્રિફિંગ કરીને કલેક્ટરને એક આવેદન પત્ર આપવા જશે અને રજૂઆત કરશે કે ગુજરાતમાં પણ જનતાને ફ્રી વિજળી મળવી જોઇએ. જે રીતે ભાજપે વિજળી કંપનીઓ સાથે સાંઠગાંઠ કરીને, ચૂંટણી ફંડના ખેલ ખેલીને લોકોને સૌથી મોંઘી વિજળી આપવાનું કામ કર્યુ છે. તેના પર રોક લગાવવા માટે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે.
16 જૂનથી 24 જૂન સુધી એક મહાજનસંપર્ક યોજવામાં આવશે. જેમાં અલગ અલગ જિલ્લા અને મહાનગરોમાં આમ આદમી પાર્ટીનાં તમામ પ્રદેશનાં તમામ આગેવાનો જશે.જેમાં રેલી, પદયાત્રા, મસાલયાત્રા વગેરેના માધ્યમથી વિજળીનો મુદ્દો લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરશે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી એક-એક વ્યક્તિનો અભિપ્રાય લેશે. માંગણીપત્રક ભરશે. આ રીતે 15 જૂનથી વિજળી આંદોલન શરૂ થવા જઇ રહ્યુ છે.
નેઋત્યનું ચોમાસું આજે ગુજરાતમાં પહોંચ્યું
Gujarat Rain: વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નેઋત્યનું ચોમાસું આજે ગુજરાતમાં પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ સંદર્ભે હવામાન વિભાગે સીએમને બ્રિફિગ કર્યું છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસુ ગુજરાતમાં બેસી ગયું છે. આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ રહેશે. 48 કલાક સુધી મોન્સૂન આગળ વધી શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
આજે વરસાદની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નડીયાદ તાલુકામાં 1.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સુરતના ઓલપાડમાં અડધો ઈચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. લિલીયામાં અસંખ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. ઘારીના ચલાલા પણ વરસાદ શરૂ થયો છે. લિલીયા શહેર અને આજુબાજુના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે.
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બોર્ડર વિસ્તારો ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લામાં કાંકરેજ, ભાભર, દિયોદર સહિત ધાનેરા તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે.