શોધખોળ કરો

Gujarat AAP: AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં થશે હાજર, કહ્યુ- 'મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો'

AAP: ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં ફરાર છે.

AAP: AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશન હાજર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં ફરાર છે. આ કેસમાં હાઇકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી હતી.

ચૈતર વસાવાએ વીડિયો જાહેર કરીને સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા. વસાવાએ કહ્યું હતું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.

પોલીસ સ્ટેશનમાં હાજર થતા અગાઉ પહેલા ચૈતર વસાવાએ આવનારા દિવસોમાં મોટા આંદોલનની  જાહેરાત કરી હતી. સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દા ઉઠાવતા હોવાથી હેરાન કરાઇ રહ્યો હોવાનો પણ વસાવાએ આરોપ લગાવ્યો હતો.

Gujarat AAP: AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં થશે હાજર, કહ્યુ- 'મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો

નોંધનીય છે કે એક મહિના અગાઉ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૈતર વસાવા ભૂતર્ભમાં ઉતરી ગયા છે. ચૈતર વસાવા વિરુદ્ધના કેસને તેમની પત્નીએ પાયાવિહોણો ગણાવ્યો હતો. ચૈતર વસાવા પર હવામાં ફાયરિંગનો પણ કેસ નોંધાયો છે. ચૈતર વસાવાની પત્ની અને PA પર પણ ગુનો નોંધાયો હતો.

ચૈતર વસાવા હાજર થવાની શક્યતાને લઈને પોલીસ સતર્ક થઇ ગઇ છે. ડેડીયાપાડામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડેડીયાપાડાને જોડતા રસ્તાઓ પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ચૈતર વસાવાના જન સંપર્ક કાર્યાલયે પણ સમર્થકો ઉમટ્યા હતા. ચૈતરના કાર્યાલય પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, ફોરેસ્ટ વિભાગે નર્મદા પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.               

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget