શોધખોળ કરો

Accident: મહીસાગરમાં હાલોલ શામળાજી હાઇવે પર અકસ્માત, બે લોકોના મોત

મહીસાગરમાં  હાલોલ શામળાજી હાઇવે ઉપર કોટેઝ ચોકડી પર અક્સ્માત સર્જાયો હતો.

મહીસાગરમાં  હાલોલ શામળાજી હાઇવે ઉપર કોટેઝ ચોકડી પર અક્સ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, મહીસાગરમાં  હાલોલ શામળાજી હાઇવે ઉપર કોટેઝ ચોકડી પર થયેલા અક્સ્માતમાં બે લોકોના મોત થયા હતા. પીકઅપ ગાડીના ચાલકે બાઈક ચાલક અને સાયકલ ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોના મોત થયા હતા જ્યારે સાયકલ પર સવાલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે પીકઅપ વાહન ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Panchmahal: ગોધરામાં ડમ્પરે બાઈક ચાલકને ટક્કર મારી ઉતાર્યો મોતને ઘાટ

પંચમહાલ: ગોધરાનાં સાપા રોડ વિસ્તરમાં આવેલ સંગમ સોસાયટી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ડમ્પર ચાલકે એક્ટિવા બાઈક સવારને અડફેટે લીધો હતો. આ અક્સ્માતમાં બાઇક સવાર ઈસમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, અક્સ્માત સર્જી ડપ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી અને  પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ગુજરાત સરકારે જાહેર કરેલી સહાય ખેડૂતોની મજાક સમાન

કમોસમી વરસાદથી નુકશાન બદલ સહાય પેકેજ પર ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબાલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ સહાય અધૂરી અપૂરતી અને ખેડૂતોની મજાક સમાન સહાય છે. ખેડૂતોને સરકારના ઉપકારના પેકેજ રૂપી પોટલાંઓની સહાય નથી જોઈતી. નિયમોનુસાર સહાય આપવામાં આવે.પેકેજના નામે મુળ રકમથી લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ સરકાર કરી રહી છે.

ખેડૂતોના કાયદા મુજબ 1,27,200 રૂપિયા હક્કના મળવાપાત્ર છે. 1,27,200 રૂપિયા સામે ખેડૂતોને માત્ર 23 હજાર જ સરકારે આપવાની જાહેરાત કરી છે. જ્યાં SDRF મુજબ મળવાપાત્ર હોય ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ પણ મળવાપાત્ર છે. સરકાર પાસે ગામ, સર્વે નંબર, ખેડૂતનું નામ બધી જ માહિતી છે. જો બધી માહિતી હોય તો અરજીઓ શા માટે કરાવવામાં આવે છે ? તાલુકા મથકે નોંધાયેલા વરસાદના આધારે સર્વે કરવામાં આવ્યો હતો. તાલુકાના ગામોમાં વરસાદ હોય પણ તાલુકા મથકે ન પણ હોય. કેટલાયે ગામોમાં સર્વે કરવામાં જ નથી આવ્યો તેવા ગામોના ખેડૂતોને સહાય કેમ મળશે ? આ ઉપરાંત ઉનાળુ પાકમાં સર્વે - સહાયની જાહેરાત ક્યારે થશે ? આમ પાલ આંભલિયાએ સરકાર પર પ્રહારો કર્યા હતા.

માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારે સહાયની કરી જાહેરાત

ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.   માર્ચ-૨૦૨૩માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે. ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૩,૫૦૦ ઉપરાંત વધારાની રૂ.૯,૫૦૦ સહાય સાથે કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે. બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,૦૦૦ ઉપરાંત વધારાની રૂ.૧૨,૬૦૦ સહાય સાથે કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Embed widget