શોધખોળ કરો

Accident: સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત

Accident: રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની મોટી ઘટના સામે આવી છે.  પાટણના સમી- રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં છ લોકોના મોત થયા છે.

Accident: રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની મોટી ઘટના સામે આવી છે.  પાટણના સમી- રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. સામે આવેલી વિગતો અનુસાર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છ લોકોએ જીવ ગુમાવ્યો છે.

એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના કારણે મૃતદેહો અંદર જ ફસાઈ ગયા હતા. ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં ક્રેઈનની મદદથી લેવામાં આવી હતી. તમામ મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હોવાનું  સામે આવ્યું છે.

 આ અકસ્માત અંગે મળતી માહિતી પ્રમાણે  સમીથી રાધનપુર ઘરે પરત ફરતી વખતે રિક્ષાનો એસટી સાથે અકસ્માત થયો હતો. એસટી બસના ચાલકે ઓવરટેઈકની લ્હાયમાં અકસ્માત સર્જ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મૃતકના પરિવારને સહાય ચૂકવવા માગ કરી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે પ્રયાસ કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.

રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા

તો સરકાર બસ અંગે વાત કરીએ તો હિંમતનગરથી માતાના મઢ તરફ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે. સમીના ગોચનાદ નજીક આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસની ટક્કરથી રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. જ્યારે બસ રોડની બાજુમાં ખાડામાં જતી રહી હતી. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

અકસ્માત અંગે શું બોલ્યાધારાસભ્ય લવીંગજી ઠાકોર

અકસ્માત અંગે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મીડિયા સાથે વાત કરતા રહ્યું કે, આજે ભયંકર અકસ્માતની ઘટના બની છે. સરકારી બસ અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વાદી વસાહતના 6 લોકોના કરુણ મોત થયા છે. અકસ્માત બાદ તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. રિક્ષામાંથી લાશોને બહાર કાઢવા માટે ક્રેઈનને પણ બોલાવવામાં આવી છે. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget