Rajkot: અકસ્માત બાદ RMC એક્શનમાં, સિટી બસની એજન્સીનું 22 કરોડનું બિલ અટકાવ્યું
Rajkot Accident: આરએમસીએ રાજકોટમાં સિટી બસની એજન્સી સામે મોટી કાર્યવાહી કરી હતી.

Rajkot Accident: રાજકોટમાં સિટી બસ અકસ્માત મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટી કાર્યવાહી કરી હતી. આરએમસીએ રાજકોટમાં સિટી બસની એજન્સી સામે મોટી કાર્યવાહી કરી હતી. આરએમસીએ બસની સંચાલક એજન્સીના બિલને અટકાવી દીધું હતું. કંપનીના તમામ બિલ પર સ્ટોપ પેમેન્ટ કરાયું છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પેમેન્ટ નહીં ચૂકવવાનો આરએમસીએ નિર્ણય લીધો હતો. RMCએ એજન્સીની 8 કરોડ રૂપિયાની ડિપોઝીટ અટકાવી હતી. તે સિવાય એજન્સીના 22 કરોડ રૂપિયાનું બિલ અટકાવી દીધું હતું.
બસમા કોઇ ખામી ન હોવાનો આરટીઓની તપાસમાં ખુલાસો
રાજકોટમાં સિટી બસે સર્જેલા અકસ્માતને લઈ મોટો ખુલાસો થયો હતો. સિટી બસમાં કોઈ જ ખામી ન હોવાનો RTOની તપાસમાં ખુલાસો થયો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે સિટી બસની બ્રેક યોગ્ય રીતે કામ કરતી હતી. મહાપાલિકાએ 19 મહિના પહેલા જ સિટી બસ ખરીદી હતી. સિટી બસનો વીમો ચાલુ હોવાનો RTOની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. FSLના રિપોર્ટ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે બુધવારે બેફામ સિટી બસે ચાર નિર્દોષોના જીવ લીધા હતા.
સિટી બસની એજન્સી મૃતકના પરિવારને 50-50 લાખ ચૂકવે
રાજકોટ સિટી બસ અકસ્માતમાં મૃતકોના પરિવારને એજન્સી સહાય ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે. મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ માંગ કરી હતી કે સિટી બસની એજન્સી મૃતકના પરિવારને 50-50 લાખ ચૂકવે. સિટી બસ વિશ્વકર્મા અને નારાયણ નામની એજન્સી ચલાવે છે. કોંગ્રેસ નેતાએ કરેલી માંગને પૂર્વ મંત્રી અને ભાજપ ધારાસભ્યએ સમર્થન આપ્યું હતું. ભાજપ ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ સાગઠિયાની માંગનું સમર્થન આપ્યું હતું. મોરડિયાએ કહ્યું કે મૃતકોના પરિવારજનોને કોન્ટ્રાકટર એજન્સીએ જ વળતર આપવું જોઈએ.

કોંગ્રેસ- NSUIનું વિરોધ પ્રદર્શન
રાજકોટમાં સિટી બસ દુર્ઘટના મુદ્દે કોંગ્રેસ- NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોટેચા ચોક ખાતે કોંગ્રેસ- NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરનારા કોંગ્રેસ- NSUIના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. NSUIએ કહ્યું હતું કે સિટી બસ એજન્સીનો કોન્ટ્રાકટર ભાજપ નેતા સાથે સંકળાયેલો છે. સિટી બસો ટ્રાફિક કે RTOના નિયમોનું પાલન ન કરતું હોવાનો NSUIએ આરોપ લગાવ્યો હતો.





















