Accident: નવસારીમાં ટ્રક અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત
નવસારી: ચીખલીના સરૈયા ગામ નજીક અકસ્માત ઘટમા સામે આવી છે. ટાંકલ સરૈયા માર્ગ પર ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રક અને ટેમ્પો સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે.
નવસારી: ચીખલીના સરૈયા ગામ નજીક અકસ્માત ઘટના સામે આવી છે. ટાંકલ સરૈયા માર્ગ પર ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રક અને ટેમ્પો સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતમાં ટ્રક ચાલક અને ટેમ્પામાં સવાર એક ઈસમનું મોત નિપજ્યું છે. ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પત્ની અને વ્હાલ સોયા પુત્રની હત્યા કરી ઘરના મોભીએ કરી આત્મહત્યા
વડોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના વાઘોડિયા રોડની દર્શનમ ઉપવન સોસાયીટમાં 102 નંબરના ઘરમાં રહેતા પ્રિતેશ મિસ્ત્રી નામના યુવકે પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ ખુદ ગળાફાંસો આપઘાત કર્યો હતો. કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જોકે તેમાં આપઘાત માટે જવાબદાર કારણોનો ઉલ્લેખ નથી.
દીવાલ પર સુસાઈડ નોટ લખી
મૃતક પ્રિતેષ મિસ્ત્રી શેરબજારનો વ્યવસાય કરતાં હતા. તેણે દીવાલ પર સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી હતી. આર્થિક સ્થિતિ બગડતાં અને દેવું થઈ જતાં આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસ કમિશ્નરને ઉદ્દેશી લખ્યું છે કે મોબાઇલમાં સુસાઇડ નોટ લખેલી છે, અમારા પરિવારને કોઈ હેરાન ન કરે. કોઈ બેંક કે એનબીએફએસ પરિવારને હેરાન ન કરે. સોરી માં, મોટાભાઈ, સોરી પ્રિયા બહેન, માતાનું ધ્યાન રાખશો.
પતંગ રસિયા માટે સારા સમાચાર,
મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વને હવે થોડા દિવસો બાકી છે. આ દરમિયાન હવામાન વિભાગે પતંગ રસિયાઓને મોજ પડી જાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ મુડબ ઉત્તરાયણ પર સારો પવન રહેશે. હાલ રાજયમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ધૂમ્મસમય વાતાવરણ રહેશે.
સુરતમાં રખડતા શ્વાનનો આતંક, બાળકીને ગાલ પર ભર્યું બચકું, ઘટના CCTVમાં કેદ
સુરતના ફૂલપાડા અશ્વિનીકુમાર વિસ્તારની હંસ સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. હંસ સોસાયટીમાં રખડતા શ્વાને એક નાની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને ગાલના ભાગે શ્વાને બચકુ ભરી લીધું હતું. શ્વાનના આતંકની આ ઘટના ત્યાં નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. શ્વાનના હુમલાની ઘટના બનતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આતંક મચાવનારા શ્વાનને પકડવા મનપાને રજૂઆત કરી હતી. મહાપાલિકાની ટીમે શ્વાન અન્ય કોઈ પર હુમલો કરે તે પહેલા જ તેને ઝડપી લીધો હતો. જેને લઈ આ વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.
સુરતમાં સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાનું, પોલીસને જોતા જ રૂપલલનાઓ....
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે સ્પામાં ચાલતાં કુટણખાના પર દરોડા પાડ્યા હતા. બોમ્બે માર્કેટ પાસે આવેલી તાપ્તિ ગંગા માર્કેટમાં સ્પાના નામે ગોરખધંધા થતા હોવાની મળેલી બાતમી બાદ પોલીસે રેઇડ કરી હતી. જેમાં દેહ વ્યાપાર સાથે સંકળાયેલી 5 લલનાઓ પકડાઈ હતી. આ ઉપરાંત 10 જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી રોકડા રૂપિયા 17650 અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા.