શોધખોળ કરો

Accident: પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં ચારનાં મોત, લગ્નપ્રસંગમાં જઇ રહ્યો હતો પરિવાર

Accident: પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોત થયા હતા

Accident:  પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, પાટણના સાંતલપુરમાં ફાંગલીથી ચારણકા રોડ પર થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. જોષી પરિવાર સ્વિફ્ટ કારમાં લગ્નપ્રસંગમાં જઇ રહ્યો હતો ત્યા કારની વચ્ચે જંગલી પ્રાણી આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં એક પુરુષ, એક મહિલા અને બે યુવતીઓનું મોત થયું હતું.

Accident: પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં ચારનાં મોત, લગ્નપ્રસંગમાં જઇ રહ્યો હતો પરિવાર

કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા કારમાં સવાર ચારેયના મોત થયા હતા. તમામ મૃતદેહને પીએમ અર્થે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલપુર ગામમાં  પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ હત્યાનો કેસ 11 દિવસ બાદ ઉકેલાયો છે. માલપુર ગામના ઘનશ્યામ ઉર્ફ ધનીયો ઉર્ફ ગણેશ જયંતિભાઇ વસાવાની પત્ની સંગીતાએ ગામમાં રહેતા 26 વર્ષિય મહેશ ઇશ્વરભાઇ વસાવા સાથે ભાગી  ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાસે ગામમાં ઘર સંસારની શરૂઆત કરી હતી. પત્ની સંગીતા છૂટાછેડા વગર જ ગામના મહેશ વસાવા સાથે ભાગી જતા ગામમાં અને સમાજમાં ગયેલી આબરુથી પતિ ઘનશ્યામ વસાવા ગુસ્સામાં હતો. પતિએ પત્નીના પ્રેમી મહેશ વસાવાને મોતને ઘાટ ઉતારવાનું મનોમન નક્કી કર્યું હતું. માલપુર ગામમાં રહેતા મિત્ર શકીલ રમજુસા દિવાનને મહેશ ગામમાં ક્યારે આવે તે અંગે ધ્યાન રાખવા કહ્યું હતું. 

મહેશ વસાવા પોતાની મોટર સાઇકલ લઇને માલપુર ગામમાં પહોંચ્યો હતો. જે અંગેની જાણ મહેશની વોચ રાખનાર શકીલ દિવાને ઘનશ્યામને કરી હતી. ઘનશ્યામ પોતાના ભાઈ સંદિપ ઉર્ફ ગોગો જયંતિભાઇ વસાવાને કારમાં બેસાડી માલપુરથી સાધલી તરફ બાઇક લઇને જઇ રહેલા મહેશનો પીછો કર્યો હતો. સાધલીથી સુરાશામળ ગામ વચ્ચે મહેશ વસાવાની બાઇક પાછળ કારથી અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહેશ બાઇક પરથી રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. પરંતુ તે બચી ગયો હતો.

બાઇક ઉપરથી પટકાતા ગંભીર ઇજા પામેલ મહેશ લોહી લુહાણ થઇ રોડ ઉપર પડ્યો હતો.  બે ભાઇઓ ઘનશ્યામ વસાવા અને સંદિપ વસાવા મહેશને ઉંચકી કારમાં બેસાડીને લઇ ગયા હતા. આ સાથે તેની બાઇક પણ કારમાં નાંખી લઇ ગયા હતા. રસ્તામાં ગંભીર ઇજાગ્રસ્ત મહેશ વસાવાને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
Embed widget