Gujarat : દારુ પીધા બાદ શખ્સે ફોર્ચ્યુનર કાર લોકો પર ચડાવી, અકસ્માત સર્જી થયો ફરાર
રાજ્યમાં દારુ પીધા પછી અકસ્માત કરવાની ઘટનામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની જ ઘટના સામે આવી છે.
અરવલ્લી: રાજ્યમાં દારુ પીધા પછી અકસ્માત કરવાની ઘટનામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. શહેર હોય તે ગામડુ દરેક જગ્યાએ દારુ પીધા બાદ કારથી અકસ્માતની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની જ ઘટના સામે આવી છે. અત્યાર સુધી સાંભળ્યું હશે કે શહેરમાં દારૂ પીને ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો પણ હવે ગામડાઓમાં પણ દારૂના રવાડે લોકો ચડ્યા છે, જ્યાં ધનસુરાના રમાંણા ગામમાં દારૂ પીને પુર ઝડપે ફોર્ચ્યુનર ચલાવી કાર લોકો પર ચડાવી દેવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે ધનસુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાના CCTV પણ વાયરલ થયા છે
અરવલ્લી જિલ્લાના ધનસુરાના રમાંણા ગામે દારૂ પી લોકો પર કાર ચડાવાની ઘટના સામે આવી છે. ગઈ કાલે સાંજે 5 વાગ્યે રમાંણા ગામની દૂધ મંડળી આગળ ગામ લોકો દૂધ ભરવા પહોંચેલા ત્યારે વિશાલ પરમાર નામનો ઈસમ પુર ઝડપે દારૂ પી ફોર્ચ્યુનર કાર લઈને આવે છે. જ્યાં દૂધ મંડળી આગળ ઉભેલા લોકોને અડફેટે લે છે. બાઈક તેમજ બાઈક પર સવાર લોકોને અડફેટે લેતા સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
અકસ્માત સર્જી ફરાર થયો હતો
આ ઈસમ દ્વારા અડફેટે લેતા ગામના નિતેશ ભરવાડ નામના વ્યક્તિના પગ ઉપરથી ગાડી નીકળી ગઈ હતી. આ વિશાલ પરમાર નામનો ઈસમ અકસ્માત સર્જી ફરાર થયો હતો. આ અકસ્માત સર્જ્યો એ પહેલા લોકોને ધમકી આપી ગયો હતો બધાને ઉડાડી દેવા છે ત્યારે બાદમાં પુર ઝડપે આવ્યો આ અકસ્માત સર્જી મોંઘી દાટ ગાડી લઈ ફરાર થયો હતો.
ધનસુરા પોલીસે આ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે
ગામ લોકોનું કહેવું છે કે અવાર નવાર આ વિશાલ પરમાર નામનો ઈસમ ગામનો છે પણ છેલ્લા કટેલા સમયથી અમદાવાદ રહે છે. પણ જયારે ગામમાં આવે છે ત્યારે અવાર -નવાર ગાડી ગામમાં ફૂલ ઝડપે ચલાવે છે હાલ તો સમગ્ર મામલે ધનસુરા પોલીસે વિશાલ પરમાર નામના ઈસમ સામે ફરિયાદ નોંધી છે અને આ શખ્સની શોધ ખોળ હાથ ધરી છે.
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી