TAPI: રોડના ખાડા પુરી રહ્યા હતા મજૂરો, ત્યાં જ માતેલા સાંઢની જેમ આવેલા ટ્રકે કચડી નાખ્યા,બેના મોત,એકની હાલત ગંભીર
તાપી: વ્યારાના ટિચકપૂરા નજીક વ્યારા સોનગઢ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવ્યા છે. આ અકસ્માતમાં બે મજૂરના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.
તાપી: વ્યારાના ટિચકપૂરા નજીક વ્યારા સોનગઢ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવ્યા છે. આ અકસ્માતમાં બે મજૂરના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હાઇવે પર ખાડા પૂરવાનું કામ ચાલુ હતું ત્યારે માતેલા ચાંઢની જેમ આવેલા ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે મજૂરના મોત થયા છે જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો છે.
અકસ્માતને પગલે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. થોડીવાર માટે એક બાજુનો રસ્તો બંધ કરાવ્યો હતો અને મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત મજુરી હજુ સારવાર ચાલી રહી છે.
વડોદારમાં અસામાજિક તત્વો દ્વારા દબંગાઇ બાદ તોફાનો કરવાના મામલે પોલીસે હવે મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી, બાદમાં પથ્થરમારાની ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ હતી. હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં 48 તોફાનીઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, વડોદરાના મંજુસર ગામમાં ગુરુવારે શ્રીજી વિસર્જન યાત્રામાં પથ્થરમારો કરનાર 48 જેટલા તોફાનીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં 48 પૈકી 18 આરોપોની નામજોગ ફરિયાદ દાખલ થઇ છે. આમાં એક આરોપી અબ્બાસ વાઘેલાની ધરપકડ શુક્રવાર રાતે જ પોલીસે કરી લીધી હતી, અને આગળની પુછપછ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસે 17 આરોપીઓને પોલીસ મથકે હાજર થવા તેમના ઘરે નૉટિસો ફટકારી છે. ખાસ વાત છે કે, તોફાન થયા બાદ 17 આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અહીં તેમના નામ જુઓ....
17 આરોપીઓના નામો :-
1) વસીમ જય વાઘેલા
2) જસ નારસિંગભાઈ વાઘેલા
3) રણજીત લક્ષ્મણ
4) યાસીન વાઘેલા
5) મહંમદ વાઘેલા
6) લાલ રાયસીંગ વાઘેલા
7) સચિન વાઘેલા
8) સાહિલ વાઘેલા
9) કિરણ રિક્ષાવાળા
10) સાગર વાઘેલા
11) સહજાન વાઘેલા
12) નાસીર ચંદુ ડીલક્ષ
13) તોસીફ વાઘેલા
14) ફરીદ વાઘેલા
15) વિક્રમ ચીમનભાઈ વાઘેલા
16) નજીર અબ્બાસ વાઘેલા
17) જીગર અબ્બાસ વાઘેલા
વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જનમાં વિઘ્ન
વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતોય મંજૂસર અને સાવલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ મંજુસર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઘટનાના પગલે કેતન ઇમાનદારે કહ્યું કે, શાંતિ ડહોળનાર કોઈ તત્વોને છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે.