શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rain Forecast: આગામી 2 દિવસ ગુજરાતના આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, 4 ઇંચ સુધી વરસાદ પડવાનો અનુમાન

ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે.મધ્ય ગુજરાત સહિત કેટલા વિસ્તારમાં ફરી વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ પણ રાજ્યમાં વરસાદને લઇને એલર્ટ આપ્યું છે.

Rain Forecast:હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં 20, 21, 22 ઓગષ્ટના રોજ  વરસાદની આગાહી કરી છે.બંગાળ ની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર  મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે અને હવે તે ઉતર તરફ ગતિ કરશે.જેના કારણે ગુજરાત ઉપર 700 HP ના મિડ લેવલ પર સીયર ઝોન સર્જાયો છે. જેથી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામવાના સંકેત છે.

આ જિલ્લામાં પડશે વરસાદ

હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીના આંકલન મુજબ આગામી  21, 22 ઓગસ્ટ દરમિયાન છોટાઉદેપુર ,રાજપીપળા, દાહોદ , ગોધરા, અમદાવાદ , મહિસાગર , બરોડ , ગાંધીનગર અને ખેડામાં 1 થી 4 ઈંચ જેટલા વરસાદની શક્યતા છે. સાબરકાઠા બનાસકાઠા અને અરવલ્લીમાં મધ્યમ વરસાદ પડી શકે છે. સુરત, વાપી , ડાંગ , તાપી, બિલીમોરા અને સૌરાષ્ટ્ર છુટોછવાયા વરસાદનો અનુમાન છે. ભાવનગર અને ,સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ વ્યક્ત કરી છે. તો 23 ઓગસ્ટથી ફરી વરસાદ વિરામ લેશે.

દેશભરમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયા બાદ વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઓગસ્ટ, રવિવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ, આગાહી અનુસાર, 21 અને 22 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ એટલે કે  23 ઓગસ્ટે હવામાન ચોખ્ખુ રહેશ.  દિલ્હીમાં રવિવાર, 20 ઓગસ્ટે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે.

રાજસ્થાનમાં 16 ઓગસ્ટથી હળવા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું છે. આગામી દિવસોમાં પૂર્વી રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય થવાની પ્રબળ સંભાવના છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર રાજ્યમાં 20 ઓગસ્ટ અને 21 ઓગસ્ટે ઝરમર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી એક સપ્તાહમાં પણ આવું જ હવામાન રહેશે.

પહાડી રાજ્યોમાં તબાહી

ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નદીઓ વહેતી થઈ ગઈ છે અને રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. વરસાદના કારણે પહાડી રાજ્યમાં તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે અનેક લોકોના મોત પણ થયા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગની આગાહી મુજબ 21 અને 22 ઓગસ્ટે ભારે વરસાદ, તોફાન અને વીજળી પડવાની સંભાવના છે. આ સ્થિતિ  24 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઉત્તરાખંડમાં રવિવાર 20 ઓગસ્ટ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે., સોમવાર અને મંગળવાર માટે  પણ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યુ છે.

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ઓછો થઈ રહ્યો છે. જેના કારણે  લોકોને બફારો અને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઓગસ્ટ, રવિવારે રાજ્યના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઓડિશામાં રવિવાર, 20 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે હવામાન વિભાગે 20 ઓગસ્ટ, રવિવારના રોજ કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ સિવાય ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓAhmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
પીએમ કિસાન યોજનાનો ફાયદો લેવા જરૂર કરો આ કામ, નહી તો અટકી જશે આગામી હપ્તો
પીએમ કિસાન યોજનાનો ફાયદો લેવા જરૂર કરો આ કામ, નહી તો અટકી જશે આગામી હપ્તો
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Embed widget