Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે આ જિલ્લામાં પડશે વરસાદ, આગામી 4 દિવસ વરસાદનું અનુમાન
દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે
Gujarat Rain Forecast:દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને પગલે દરિયો તોફાની રહેતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદથી રાજ્યના 46 તાલુકામાં અત્યાર સુધીમાં છે 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છના સાત, રાજકોટના પાંચ, જૂનાગઢના 10 તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ જિલ્લાના બે બે તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે
24 ઈંચ સાથે અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જિલ્લામાં ધંધુકામાં સૌથી વધુ 110 ટકા, તો બાળવામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યના 206 પૈકી 123 જળાશયો હાઈએલર્ટ પર છે. તો , 85 જળાશયો એલર્ટ અને વોર્નિંગ પર છે. 21 જળાશયો એલર્ટ, તો 17 જળાશયો વોર્નિંગ પર છે. .. 83 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહણ છે. સારા વરસાદને પગલે રાજ્યના 207 પૈકી 61 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના 46, કચ્છના 10, તો દક્ષિણ ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના બે જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. 206 જળાશયોમાં સરેરાશ 66.58 ટકા જળસંગ્રહ છે.
સતત 49 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 129.80 મીટરે પહોંચી.. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 18 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ ડેમમાંથી 37 હજાર 919 ક્યુસેક પાણીની જાવક છે.
આજે ક્યાં ક્યાં વરસાદ પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે (30 જુલાઈ) અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, ઝારખંડ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્યમાં છૂટોછવાયો વરસાદ થશે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં તોફાની વરસાદની સંભાવના છે. IMD એ દેશના બાકીના ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.