Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એક વરસાદનો રાઉન્ડ આવે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા 25 સપ્ટેમ્બરથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી વરસાદે (rain)વિરામ લીધો છે પરંતુ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ શકે છે. હવામાન વિભાગના(Meteorological Department,) મોડલ મુજબ બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાયા છે. જેની અસરથી ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગના મોડલ મુજબ હાલ બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સિસ્ટમ આકાર પામી છે. આ સિસ્ટમ આવતી કાલે એટલે કે 25 સપ્ટેમ્બરે લો પ્રેશર એરિયામાં ફેરવાઇ શકે છે. જેના કારણે ફરી ગુજરાતમાં વરસાદ (rain) મોહાલ જામશે. હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન મુજબ જો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં 25થી સપ્ટેમ્બરના અંત સુધી વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી (forecast)મુજબ બંગાળની ખાડીમાં એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત બાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લા વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ તથા દાહોદ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધાવની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું અનુમાન છે.
ચોમાસાની સિઝનનો ક્યો કેટલો વરસ્યો વરસાદ
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 125.07 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 107.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો
ભયાનક યુદ્ધનાં ભણકારાઃ ઇઝરાયેલના હુમલાઓથી લેબેનોન હચમચી ગયું, મહિલાઓ-બાળકો સહિત 490નાં મોત