Rain Forecast: હરિયાણા, પંજાબ સહિત દેશના આ રાજ્યોમાં 5 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી
ગુજરાત સહિત હરિયાણ અને પંજાબમાં 6 જુલાઇ સુધી હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે
Weather Forecast: હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા-ચંદીગઢ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. દિલ્હી-એનસીઆરમાં આજે સવારે હળવો વરસાદ થયો હતો, જેના કારણે લોકોને ભેજથી રાહત મળી હતી. દિલ્હીમાં આજે જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે.
હવામાન વિભાગે માહિતી આપી છે કે ગુરુવારથી આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી-NCRમાં ભારે વરસાદ પડશે. ગુરુવારે ઉત્તર પ્રદેશમાં ભારે અને મુશળધાર વરસાદની સંભાવના છે. તે જ સમયે, IMD એ 6 જુલાઈ સુધી કર્ણાટકના મેંગલુરુ સહિત ઘણા સ્થળોએ ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવે ઉત્તર ભારતમાં ચોમાસાના આગમન સાથે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. યુપીથી કર્ણાટક સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે ગુરુવારથી આગામી ત્રણ દિવસ સુધી દિલ્હી-NCRમાં ભારે વરસાદ પડશે. ગુરુવારે ઉત્તર પ્રદેશમાં ભારે અને મુશળધાર વરસાદની સંભાવના છે. IMD એ 6 જુલાઈ સુધી કર્ણાટકના મેંગલુરુ સહિત ઘણા સ્થળોએ વરસાદ અને તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 જુલાઈ સુધી દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, મેઘાલય અને ત્રિપુરામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે
IMD એ મંગળવારે કહ્યું કે ચોમાસું આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સક્રિય રહેશે. 6 જુલાઇ સુધી બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે.
દેશમાં ચોમાસું સામાન્ય કરતાં વહેલું પહોંચી ગયું છે
ચોમાસું 30 મેના રોજ કેરળ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં પહોંચ્યું હતું, જે સામાન્ય કરતા બેથી છ દિવસ વહેલું છે. તે મહારાષ્ટ્ર સુધી સામાન્ય રીતે આગળ વધ્યું, પરંતુ પછી તેની ગતિ ધીમી પડી જેના કારણે બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વરસાદની રાહ જોવાઈ છે