શોધખોળ કરો

Gujarat Rain forecast: રાજ્યના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Rain forecast: 19 જુલાઇએ સૌરાષ્ટ્રમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી. આજે પણ હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદું અનુમાન વ્યક્ત કર્યુ છે.

Gujarat Rain forecast: 19 જુલાઇએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ 20 જુલાઇએ એટલે કે આજે પણ (Meteorological Department) હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને (rain) લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે (Meteorological Department)  આગાહી વ્યક્ત કરી છે.  દક્ષિણ ગુજરાતમાં..સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અત્યંત ભારે વરસાદનું અનુમાન rain forecast)છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે અત્યંત ભારે વરસાદને લઇને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદનું ( rain heavy) અનુમાન છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ (rain heavy)  વરસી શકે છે..

રાજ્યના નવ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.કચ્છ,જામનગર, ભાવનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ છે.  તો દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. .. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં  છુટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતાને  જોતા   યલો એલર્ય જાહેર કરવામાં આવ્યું છે.

દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી

દેશની વાત કરીએ તો દેશના આઠથી વધુ રાજ્યોમાં આજે વરસાદ વરસી શકે છે,  માયાનગર મુંબઈમાં મધ્યમથી ભારેની શક્યતા છે તો તો દિલ્લી, યુપી,બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ,હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

આંધ્રપ્રદેશના એલુરુમાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઇ જતાં વિદ્યાર્થી અને વાલી જીવ અદ્ધર  થઇ ગયા હતા. જો કે સ્થાનિક લોકોએ બસને ધક્કો મારીને પૂરના પાણીમાંથી બહાર કાઢી હતી. આ રીતે બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓ આબાદ બચાવ થયો હતો.  

છત્તીસગઢના બસ્તરમાં ભારે વરસાદથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વૃક્ષો  જમીનદોસ્ત થયા હતા.  વૃક્ષો જમીનદોસ્ત થતા ચારથી પાંચ વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા.એક કલાક વરસેલા વરસાદથી  મધ્યપ્રદેશનું વિદિશા પણ પાણી પાણી થયું. રામલીલા મેદાન, મુખ્ય બજારો સહિત નીચાણવાળા કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા  રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.

ગીર સોમનાથના જામવાળાનો શિંગોડા ડેમ સંપૂર્ણ ભરાતા બે દરવાજા  ખોલવામાં આવ્યાં છે.  રૂલ લેવલ જાળવવા ડેમના બે દરવાજા ખોલાતા કોડીનારના નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. મુશળધાર વરસાદથી દેવભૂમિ દ્વારકાનું રાણ ગામમાં પુરની સ્થિતિ સર્જાઇ છે.  મામલતદાર, ટીડીઓ સહિત અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાણીના નિકાલની  કામગીરી શરૂ કરી છે.

ધોધમાર વરસાદથી જૂનાગઢના ઘેડ પંથક જળમગ્ન થયો. રાજ્યમાં ચોમાસાની સિઝનનોમાં વરસાદી આપદામાં અત્યાર સુધીમાં 42 લોકોના મોત  નિપજ્યા છે તો  તો અત્યાર સુધીમાં 45 વ્યક્તિઓનું રેસ્ક્યુ અને 398 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.ભારે વરસાદની આગાહી અને વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે.  જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ 10, એસડીઆરએફની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.  તો એનડીઆરએફની પાંચ ટીમોને  રિઝર્વ રાખવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદથી 57 ગામો અસરગ્રસ્ત થયા છે. તો રાજ્યના નવ સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 174 અને અન્ય 26 મળી કુલ 209 રસ્તાઓ  અસરગ્રસ્ત થયા છે.359 પૈકી 314 ગાોમાં વીજપૂરવઠો પૂર્વવત કરાયો છે. .. 45 ગામોમાં વીજ પૂરવઠો શરૂ કરવાની કામગીરી યથાવત છે.ધોધમાર વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઇ છે.  207 જળાશયો પૈકી 13 જળાશયો હાઈએલર્ટ, 11 એલર્ટ અને 16 જળાશયો વોર્નિંગ પર.. સરદાર સરોવર ડેમમાં હાલ 54.94 ટકા જળસંગ્રહ છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 

વિડિઓઝ

Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
એલેક્સ કેરીએ ઈતિહાસ રચ્યો, સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડી આ કારનામું કરનારો પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બન્યો 
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
શું દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે આયુષ્યમાન કાર્ડ, જાણો લોકોને કઈ રીતે શિકાર બનાવી રહ્યા છે ઠગ?
શું દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે આયુષ્યમાન કાર્ડ, જાણો લોકોને કઈ રીતે શિકાર બનાવી રહ્યા છે ઠગ?
Embed widget