શોધખોળ કરો

Gujarat Rain forecast: આજે અને આવતી કાલે રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આજે અને આવતી કાલે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર સહિત ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ જાણીએ...

Gujarat Rain forecast: ચોમાસાએ વિધિવત વિદાય લઇ લીધા બાદ છેલ્લા 2 દિવસથી ફરી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ એટલે કે આજે અને આવતી કાલે વરસાદની આગાહી કરી છે.

આજે અને આવતીકાલે એમ બે દિવસ કમોસમી વરસાદનો હવામાન વિભાગનો અનુમાન છે. નોંધનિય છે. આજથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો  છે. ત્યારે નવરાત્રિના પ્રારંભે જ વરસાદની આગાહીએ ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતા જગાડી છે.  આજે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા તો સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. ગઇ કાલે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યાં હતા રાજકોટ શહેર સહિત આસપાસના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. ભચાઉ તાલુકાનાં ચોબારી ગામમાં વરસાદ વરસ્યો હતો. દિવસભર ભારે બફારા અને ગરમી બાદ વરસાદી ઝાપટું પડતાં  વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકટો, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડ્યાં.ગોંડલ શહેરમાં જુદાજુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો. માર્કેટ યાર્ડમાં ભારે વરસાદને લઈને ખુલ્લામાં પડેલ મગફળી પલળી ગઇ હતી.
તાલુકાના મોવિયા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો. ગોંડલ પંથકમાં વરસાદને લઈને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે.

રાજકોટ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મવડી રોડ, કાલાવડ રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નવરાત્રી પહેલા  વરસાદનો માહોલે જમાવટ કરતાં નવરાત્રિમાં પણ વરસાદ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા નકારી ન શકાય.

જેતપુરમાં પણ શુક્રવાર  સાંજના સમયે વરસાદી માહોલે જમાવટ કરી હતી. જેતપુર સાંજ ના સમયે વાતાવરણ માં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. જેતપુરમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેતપુરવી તીન બત્તી ચોક, સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ, એમજી રોડ, અમરનગર રોડ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જામનગરમાં મોડી રાત્રે કાલાવડ શહેર તથા તાલુકાના અનેક ગામોમા વરસાદ વરસ્યો. કાલાવડમાં ગત રાત્રીના 40 મીમી વરસાદ પડયો છે. કાલાવડ શહેર ઉપરાંત તાલુકાના નીકાવા, શિશાંગ , રાજડા , મોટા વડાલા ,આણંદપર સહિતના ગામોમા પણ  વરસાદ પડ્યો હતો.

આ રાજ્યોમાં વરસાદનું અનુમાન

દરમિયાન, IMDએ જણાવ્યું હતું કે દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા સિવાય મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ એકદમ અનુકૂળ જણાય છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે જમ્મુ અને પાકિસ્તાનના કેટલાક ભાગો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારોના હવામાનમાં ફેરફારની પ્રબળ સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય
Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય
Winter Solstice 2024: આજે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ,માત્ર આટલા કલાકમાં જ આથમી જશે સૂર્ય
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
Embed widget