Gujarat Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારામાં ઓરેંજ એલર્ટ
Gujarat Rain Forecast:ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેંજ એલર્ટ અપાયું છે.

Gujarat Rain Forecast:હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ચોમાસાની રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ચોમાસાની શરૂઆત થઇ હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન છે. અમરેલી, ભાવનગર,સુરત, રાજકોટમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આગામી 5 દિવસમાં વરસાદની ભારે આગાહી
ગુજરાતમાં આખરે ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે. તોફાની બેટિંગ સાથે ચોમાસાની શરૂઆત થઇ છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત,અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદને લઇને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ચોમાસાએ એટ્રી સાથે જ વરસાદે જમાવટ કરી છે. ઉત્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, બંગાળની ખાડીમાં 2-2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે..જેના કારણે ટ્રફ લાઈન સર્જાઈ છે..જે વરસાદી પવનોને ખેંચી રહ્યી છે.
અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ
અમરેલી જિલ્લામાં ચોમાસાના પહેલા વરસાદ આફત રૂપ બન્યો છે. અહીં થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતા પિતા-પુત્ર તણાયા હતા. જાબાળ ગામ પાસે બળદ ગાડું લઈને આવતા પિતા-પુત્ર તણાયા હતા. જેમાં પિતાનું મોત થયું છે.જ્યારે ફાયરની ટીમે પુત્રને બચાવી લીધા હતા.રાજુલા, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અહીં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.ધારી તાલુકાના સરસીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ થઇ છે. મહુવા તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. કોટિયા, કળમોદર, વાવડી, બગદાણામાં વરસાદ વરસતાં અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ભાવનગરના ઘોઘા તાલુકાના કરેડા ગામે વીજળી પડતાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. વીજળી પડતાં મકાનની દીવાલને પણ નુકસાન પહોંચી છે.





















