શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
C.R. પાટીલે ભાજપના ક્યા ધારાસભ્યને કરી નાંખ્યા ઢીલાઢસ, બતાવી દેવાની વાતો છોડીને વખાણ કરી અભિનંદન આપવા માંડ્યા.........
પાટીલે શ્રીવાસ્તવની આ ધમકીઓ અને દબાણને વશ થયા વિના બંનેની ટિકિટ કાપતાં શ્રીવાસ્તવ ઢીલા પડી ગયા છે. શ્રીવાસ્તવે હવે પાટીલનાં વખાણ કરવા માંડ્યાં છે.
ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કડક વલણ બતાવીને ટિકિટોની વહેંચણીમાં નેતાઓનાં સગાંને ટિકિટ નહીં આપવાના નિયમનું કડક વલણ બતાવ્યું છે. પાટીલે પોતાના વલણમાં મક્કમ રહીને ગુજરાત ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ઢીલાઢસ કરી દીધા છે.
મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ ના મળતાં તેમણે પોતાના પુત્રને અપક્ષ ઉમેદવાર બનાવીને ભાજપ સામે લડવાનું એલાન કર્યું હતું. શ્રીવાસ્તવે પોતાની દીકરી નિલમ નિગમને વડોદરા જિલ્લા પંચાયતની ટિકિટ નહીં મળે તો કોંગ્રેસ કે અપક્ષ તરીકે લડાવવાનું પણ એલાન કર્યું હતું.
પાટીલે શ્રીવાસ્તવની આ ધમકીઓ અને દબાણને વશ થયા વિના બંનેની ટિકિટ કાપતાં શ્રીવાસ્તવ ઢીલા પડી ગયા છે. શ્રીવાસ્તવે હવે પાટીલનાં વખાણ કરવા માંડ્યાં છે. શ્રીવાસ્તવે કહ્યું કે, નિલમ નિગમને અને દિપકને ટિકીટ ન આપવા પાછળ સગાવાદનાં ધોરણ હતાં અને મેં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને આ વાતે અભીનંદન પાઠવ્યા હતા. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ શિસ્તબઘ્ઘ નિયમ બનાવ્યા છે ને મે પાર્ટીના સી. આર. પાટીલને શિસ્ત અંગેના નિયમો માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, મારી દિકરી નિલમ તાલુકા તેમજ જીલ્લા પંચાયતની ચૂંટણી નહિ લડે. તેમણે દાવો કર્યો કે, ભાજપે નિલમે જેને કહ્યુ તેને ટિકીટ, આપતાં નિલમ આ ચૂંટણી નહિ લડે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion