શોધખોળ કરો
Advertisement
અરવલ્લીના ભિલોડમાં ત્રણ ઈંચ વરસાદ બાદ પડ્યો ભુવો, ચાર લોકો ખાબક્યા અંદર, જાણો વિગતે
ગોવિંદનગર રોડ પર ગટરલાઈન તૂટતાં મારવાડી સોસાયટીમાં દુકાન આગળ મોટો ભુવો પડ્યો હતો. જેના કારણે દુકાન આગળ ઉભેલા ચાર લોકો ભુવામાં પડ્યા હતા.
ભિલોડાઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. હવમાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં તો દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
કેવી રીતે પડ્યો ભુવો
અરવલ્લીના ભિલોડામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ ગોવિંદનગર રોડ પર ગટરલાઈન તૂટતાં મારવાડી સોસાયટીમાં દુકાન આગળ મોટો ભુવો પડ્યો હતો. જેના કારણે દુકાન આગળ ઉભેલા ચાર લોકો ભુવામાં પડ્યા હતા. સદ્નનસીબે કોઈ ઈજા નથી થઈ.
રાજ્યના કેટલા માર્ગ વરસાદથી બંધ
વરસાદના કારણે રાજ્યના 80 માર્ગ બંધ છે. જેમાં સુરત જિલ્લાના 37, વલસાડના 14 માર્ગ, તાપીના 11, છોટા ઉદેપુરના ત્રણ માર્ગ બંધ છે. આ ઉપરાંતન વસારીના 2, નર્મદાના 2, જૂનાગઢના 2 અને પોરબંદરના 3 માર્ગ બંધ છે. ઓવર ટોપિંગના કારણે રાજ્યના 77 રસ્તા બંધ છે.
14 અને 15 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
70 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતમાં વરસી રહેલ વરસાદને કારણે મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. 70 ડેમ તો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છેતો 11 ડેમ એલર્ટ પર છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 94.32 ટકા, દક્ષિણ ઝોનમાં 46.20 ટકા, ઉત્તર ઝોનમાં 45.17 ટકા અને સૌથી ઓછો મધ્ય-પૂર્વ ઝોનમાં 43.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે સાર્વત્રિક વરસાદ, જાણો કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
રાજકોટમાં કઈ જગ્યાએ આખી રાત પડ્યો ધોધમાર વરસાદ, જાણો વિગતે
Weather Updates: હવામાન વિભાગે આજે ગુજરાત સહિત કયા કયા રાજ્યોમાં કરી છે ભારે વરસાદની આગાહી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion