શોધખોળ કરો
Advertisement
પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ એકશન મોડમાં, રાજીવ સાતવ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સાથે કરશે બેઠક
આ ઉપરાંત 8 બેઠક પરના નિરીક્ષકો સાથે પણ પ્રભારી રાજીવ સાતવ મીટિંગ કરશે.
અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી પેટા ચૂંટણીની તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ તે પહેલા જ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. ગુજરાત કંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ મંગળવાર અને બુધવારે રાજ્યમાં ખાલી પડેલી 8 બેઠકો અંગે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સાથે બેઠક યોજશે.
આ ઉપરાંત 8 બેઠક પરના નિરીક્ષકો સાથે પણ પ્રભારી રાજીવ સાતવ મીટિંગ કરશે. જ્યારે બુધવારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યો તેમજ વોર્ડ નિરીક્ષકો સાથે બેઠક કરવામાં આવશે. પેટાચૂંટણી બાદ યોજાનારી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા થશે.
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલાં 8 ધારાસભ્યોએ પંજો છોડી કેસરિયો ધારણ કરીને રાજીનામાં આપ્યા હતા. જેના કારણે હાલ આ બેઠકો ખાલી પડી છે. અબડાસા - પ્રધ્યુમન જાડેજા, ડાંગ - મંગળ ગાવિત, કપરાડા - જીતુ ચૌધરી, કરજણ - અક્ષય પટેલ, ગઢડા - પ્રવિણ મારુ, ધારી - જે.વી. કાકડીયા, લીંબડી - સોમા પટેલ, મોરબી - બ્રિજેશ મેરજા ના રાજીનામાથી ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement