શોધખોળ કરો
કઈ તારીખે ગુજરાતમાં થઈ શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
27 જાન્યુઆરીના રાજકોટ,પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છ. 28 જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદ : ખેડૂતો માટે માઠા સમાચાર છે.સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે હવામાન વિભાગે 27 અને 28 જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જયંત સરકારે જણાવ્યું છે કે 27 જાન્યુઆરીના રાજકોટ,પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છ. 28 જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.અને આજે લઘુતમ તાપમાન ગઈકાલની સરખામણીએ 3 ડિગ્રી ઉંચુ નોંધાયુ છે.જેના કારણે ઠંડીનુ પ્રમાણ ઘટ્યુ છે.તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.
સાક્લોનિક સરક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યા છે.અને વાદળ છાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈો છે.ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે.
હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે.
મહત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે.જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે.અને વાતાવરણમાં પલટો,કમોસમી વરસાદ,તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો.અને તેના કારણે સિઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતા સિધી અસર માર્કેટમાં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement