શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં 10 હજારમાં 1.5 ટન AC મળશે? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજનું શું છે સત્ય?
લોકો તેની માહિતી મેળવા માટે વીજ કંપનીમાં તપાસ કરવા દોડી ગયા હતાં. લોકોનો ધસારો જોઈને વીજ કંપની પણ કંટાળી ગઈ હતી અને ખુલાસો કર્યો હતો કે, આ મેસેજ ખોટો છે.
અમદાવાદ: ગુજરાતમાં 10 હજાર રૂપિયામાં GEB દ્વારા 1.5 ટનનું એસીનું વેચાણ 17/7/2019થી બીલ ઉપર કરવામાં આવશે. આ મેસેજની સાથે એસીના કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા લોકોને રાહતદરે એસીનું વેચાણ કરવામાં આવશે.
આ મેસેજ એટલો વાઈરલ થયો છે કે, લોકો તેની માહિતી મેળવા માટે વીજ કંપનીમાં તપાસ કરવા દોડી ગયા હતાં. લોકોનો ધસારો જોઈને વીજ કંપની પણ કંટાળી ગઈ હતી અને ખુલાસો કર્યો હતો કે, આ મેસેજ ખોટો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગુજરાતની વીજ કંપનીઓમાં આવી કોઈ યોજના અમલમાં નથી.
વીજ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા કોઈક અજાણ્યા શખ્સે આવો ખોટો મેસેજ વાયરલ કર્યો હતો તેવું કહ્યું હતું. આવી કોઈ જ યોજના GUVNL અને તેની સંલગ્ન વીજ વિતરણ કંપનીઓ જેવી કે મધ્ય ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અમલમાં નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion