Surendranagar firing Case : પાટડીમાં યુવકને કારમાં આવેલા શખ્સોએ ધરબી દીધી ગોળી, શું છે મામલો?
Surendranagar firing Case : પાટડીમાં યુવકને કારમાં આવેલા શખ્સોએ ધરબી દીધી ગોળી, શું છે મામલો?
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે બગડી છે. વારંવાર ફાયરિંગની ઘટનાઓથી સુરેન્દ્રનગર જિલ્લો ધણધણી રહ્યો છે. ત્યારે પાટડી તાલુકાના પીપડી ગામે ફરીથી એક ફાયરિંગની ઘટના બની. પાણીની ટાંકી પાસે કારમાં આવેલા બે શખ્સોએ મહેમૂદ ખાન મલેક નામના વ્યક્તિ ઉપર ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયા.
ફાયરિંગમાં મહેમૂદ ખાન મલેકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે શિવ શાહ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તો જૂની અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




















