U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ
બાંગ્લાદેશે અંડર 19 એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં ભારતને 59 રનથી હરાવ્યું હતું.
U19 IND vs U19 BAN Final U19 Asia Cup 2024: બાંગ્લાદેશે અંડર 19 એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં ભારતને 59 રનથી હરાવ્યું હતું. આ મેચમાં અંડર 19 ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ રહી હતી. ભારત તરફથી કેપ્ટન મોહમ્મદ અમાને 26 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હાર્દિક રાજે 24 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા યુધ્ધજીત ગુહા, ચેતન શર્મા અને હાર્દિકે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 139 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
બાંગ્લાદેશે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ આ બંને બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા. આયુષ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. વૈભવ 9 રન બનાવીને આઉટ થયો હતો. આન્દ્રે સિદ્ધાર્થ અને કેપી કાર્તિકેયાએ ટીમ માટે કેટલાક રન ઉમેર્યા હતા. સિદ્ધાર્થે 3 ચોગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા. જ્યારે કાર્તિકેય 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
કેપ્ટન અમાન પણ કંઈ ખાસ ન કરી શક્યા
કેપ્ટન મોહમ્મદ અમાન 26 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 65 બોલનો સામનો કર્યો . નિખિલ કુમાર ખાતું પણ ખોલાવી શક્યા નથી. વિકેટકીપર બેટ્સમેન હરવંશ સિંહ 6 રન બનાવીને આઉટ થયો હતો. કિરણ ચોરમલે 1 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક રાજે સારો પ્રયાસ કર્યો. તેણે 21 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ દરમિયાન 3 ચોગ્ગા માર્યા.
ભારતે હાર સાથે ખિતાબ ગુમાવ્યો
ટીમ ઈન્ડિયાની તમામ મહેનત વ્યર્થ ગઈ. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેણે સતત ત્રણ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ અહીં ફરી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયાએ અંડર 19 એશિયા કપ 2024નું ટાઈટલ ગુમાવ્યું છે. આ રીતે સમગ્ર ભારતીય ટીમ 35.2 ઓવરમાં 139 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
રિઝાન હુસૈન અને મોહમ્મદ શિહાબ જેમ્સે બાંગ્લાદેશ માટે કમાલ કર્યો
બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 198 રન બનાવ્યા હતા. ટીમ માટે રિઝાન હુસૈને 47 રનની સારી ઇનિંગ રમી હતી. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. શિહાબે 40 રનની ઇનિંગ રમી હતી. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કેપ્ટન અઝીઝુલ હકીમ તમીમ 16 રન બનાવીને આઉટ થયો હતો. ફરીદ હસને 39 રનનું યોગદાન આપ્યું હતું.