શોધખોળ કરો
Advertisement
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ, કયા 13 ગામો કરાયા એલર્ટ? જાણો વિગત
રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિત સર્જાઈ છે જેને લઈને ઉપરવાસમાંથી આવી રહેલા વરસાદી પાણીના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ
બનાસકાંઠા: રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિત સર્જાઈ છે જેને લઈને ઉપરવાસમાંથી આવી રહેલા વરસાદી પાણીના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. બનાસ નદીમાં પાણીના સ્તર વધતાં કાંઠે વસતાં 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં સારો વરસાદ પડતાં બનાસ નદીમાં નવા નીર આવ્યા છે અને નદી બે કાંઠે વહેતાં જિલ્લા વહિવટી તંત્રએ અમીરગઢ પાસે નદી કિનારાના 13 ગામોને એલર્ટ કરી દીધા છે.
અમીરગઢ, સરોત્રા, કાકવાડા, ઈકબાલગઢ, કરજા, બલુન્દ્રા સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ગામ લોકોને નદી તરફ ન જવા સૂચન કરવામાં આવ્યું છે.
બનાસ નદીના ઉપરવાસ રાજસ્થાનમાં વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અમીરગઢ તાલુકામાં વધુ વરસાદના કારણે બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે. તેને ધ્યાનમાં રાખતાં તકેદારીરૂપે 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે બનાસ નદીમાં પાણીનું સ્તર હજુ પણ વધવાની શક્યતા છે તેથી તકેદારીના ભાગ રૂપે તંત્ર એલર્ટ પર આવી ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement