શોધખોળ કરો
Advertisement
સત્તાવાર રીતે ચોમાસુ નથી બેઠું છતાં અમદાવાદમાં આજથી કેટલા દિવસ સુધી પડશે વરસાદ ? જાણો વિગત
અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આજે દિવસનું તાપમાન 38 ડિગ્રીથી નીચે રહ્યું હતું.
અમદાવાદઃ ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી એવા હવામાન વિભાગના દાવા વચ્ચે ધોધમાર વરસાદ પડવો શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં સોમવારે ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહે તેની પૂરી સંભાવના છે. તેના કારણે અમદાવાદનાં લોકોને ગરમીમાંથી ભારે રાહત મળશે. અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આજે દિવસનું તાપમાન 38 ડિગ્રીથી નીચે રહ્યું હતું. હવામાન વિભાગે આજે એટલે કે મંગળવારે 9 જૂને અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૯ જૂને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, કચ્છ એ 11 જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ સમુદ્રથી 3.1 કિલોમીટરથી 3.6 કિલોમીટર વચ્ચેની ઊંચાઇએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે અમદાવાદ-ગાંધીનગર-ખેડા-સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગર-અમરેલી-રાજકોટ-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement