શોધખોળ કરો

Ambalal patel: ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલે કરી દિધી આ આગાહી, જાણો

ગુજરાતમાં ચોમાસાની ખૂબ જ શાનદાર શરુઆત થઈ છે. ચોમાસાના આગમન સાથે જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની ખૂબ જ શાનદાર શરુઆત થઈ છે. ચોમાસાના આગમન સાથે જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બે દિવસ બાદ જૂલાઈ મહિનાની શરુઆત થશે. જૂલાઈ મહિનાની શરુઆત સાથે જ રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જૂલાઈની શરુઆત સાથે જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે.  

જૂલાઈની શરુઆતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 1.5 કિ.મીની હાઈટના વાદળો ગુજરાત પર સક્રિય થયા છે.  સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. જૂલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલે આગાહી કરતા  જણાવ્યું કે,  નાના ડેમ ઓવર ફ્લો થવાની શક્યતા છે.  જૂલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર ,દક્ષિણ ગુજરાત , મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તારીખ 9 થી 15માં પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  વરસાદના યોગ શરૂ રહશે જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર રહેશે. તારીખ 7 જૂલાઈ પછી ખેડૂતભાઈઓએ લીલા ખેતરમાં આંતરખેડ ન કરવા અનુરોધ કર્યો છે.  પશુઓની કાળજી રાખવા અનુરોધ કર્યો છે.

ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13  ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50  ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ

ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ છે. હવામાન વિભાગે  રાજ્યમાં ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દાહોદ, પંચમહાલ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget