શોધખોળ કરો

Rain Alert: અંબાલાલ પટેલની આગાહી, ગાજવીજ સાથે રાજ્યમાં થશે જળબંબાકાર 

રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ:  રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદથી ભરપૂર હશે.  જુલાઈથી જ શ્રાવણ મહિનો શરૂ થાય છે ત્યારે શ્રાવણ મહિનામાં ભરપુર વરસાદ પડશે.  ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

વરસાદી સિસ્ટમ સક્રિય થશે

ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ વરસશે.  એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 20 જુલાઈ થી રાજ્યમાં સારો વરસાદ શરૂ થઈ ગયો છે. 23 થી 24 જુલાઈ દરમિયાન પંચમહાલ અને અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે.   ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ પવનની સ્થિતિ સારી છે અને કેટલીક સિસ્ટમ બની રહી છે. આ કારણે 29 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 12 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે.   પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે.

21 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ 

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 21 જિલ્લાઓ અને દમણ-દાદરાનગર હવેલી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. નાગરિકોને સાવચેતી રાખવા અને તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સામાન્ય વરસાદથી વધુ વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget