શોધખોળ કરો

ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનાની શરુઆતમાં માવઠાની સંભાવના રહેલી છે.

Ambalal Patel : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનાની શરુઆતમાં માવઠાની સંભાવના રહેલી છે. રાજ્યમાં હાલમાં ભલે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હોય, પરંતુ ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવન ફૂંકાતા ગરમીમાં થોડી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10  એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં જોરદાર પવન ફૂંકાતા ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યના 15  શહેરોના તાપમાનમાં સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે,  આગામી દિવસોમાં ભારે પવનોનું તોફાન આવી શકે છે, જેમાં વિન્ડ ગસ્ટ અને ઝડપી પવનો સાથે વરસાદની પણ શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને  29અને 30  માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય પવનની ગતિ 10થી 15 કિમી પ્રતિ કલાક, વિન્ડ ગસ્ટની ગતિ 35 કિમી પ્રતિ કલાક અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.

અનેક શહેરોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળશે

માર્ચ મહિનો પુરો થવાના આરે છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થવાની તૈયારી છે. હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉપર જઇ શકે છે. અનેક શહેરોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો સતત વધી શકે છે. રાજ્યમાં મહતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો હવામાન વિભાગે આગાહી કરી છે. મહતમ તાપમાનમાં વધારો થતા ગરમી જોર પકડશે. 

એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી બચવા માટે તકેદારી રાખવી ખૂબ જ જરુરી છે. બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં કામ વગર ઘરની બહાર ન નિકળવું જોઈએ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget