શોધખોળ કરો

Rain Forecast : રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર, આ દિવસથી વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ચોમાસાના વિલંબ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર આપ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલે રાજ્યમાં આજથી સાર્વત્રિક વરસાદની આગાહી કરી.
  • આગામી 2-3 જુલાઈએ આખા રાજ્યમાં સારો વરસાદ વરસશે.
  • બંગાળની ખાડીમાં સિસ્ટમ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ.
  • બનાસકાંઠાના ખેડૂતો પાણી વિના પાક નિષ્ફળ જવાથી ચિંતિત.

Rain Forecast : ગુજરાતમાં ચોમાસાના વિલંબ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર આપ્યા છે. આજથી જ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની પ્રક્રિયા શરૂ થવાની પ્રબળ શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી 7 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે, જેમાં 2 અને 3 જુલાઈના રોજ આખા રાજ્યને મેઘરાજા ઘમરોળશે. દરિયામાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાને લીધે અત્યાર સુધી વરસાદ વિલંબમાં પડ્યો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને કાલથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદી ગતિવિધિઓ વેગ પકડશે.

 અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 3 અને 4 જુલાઈ દરમિયાન બંગાળની ઉપસાગર (બંગાળની ખાડી)માં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જે આગળ જતાં 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વલસાડ અને નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ, મહિસાગર અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં 4થી 6 ઈંચ વરસાદ ખાબકવાની શક્યતાને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની આશા છે.

બીજી તરફ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે, કારણ કે કેનાલો હોવા છતાં તેમાં પાણી નથી. મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને બેઠેલા ખેડૂતો પર સીઝન નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે અંબાલાલ પટેલની આ આગાહી તેમના માટે આશાનું કિરણ લાવી છે. અહેવાલ મુજબ, 4 જુલાઈ બાદ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાના કારણે નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. આ સિવાય 16 જુલાઈ આસપાસ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી ભાગોમાં વરસાદ વરસી શકે છે, જ્યારે આગામી 2 અને 3 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં અણધારા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ચાલુ વર્ષે રથયાત્રાના પવિત્ર દિવસે પણ ક્યાંક વરસાદી છાંટા તો ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

રાજ્યમાં ચોમાસાનું આગમન થયું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સિંચાઈના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતો મૂંઝવણમાં છે કારણે કે કેનાલો છે પણ પાણી નથી. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે અથવા કેનાલમાં પાણી નહીં છોડાય, તો મોંઘા ભાવના બિયારણો અને ખાતર લાવીને બેઠેલા ખેડૂતોને આખી સીઝન નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.

Frequently Asked Questions

ગુજરાતમાં વરસાદની પ્રક્રિયા ક્યારથી શરૂ થવાની શક્યતા છે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી જ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની પ્રક્રિયા શરૂ થવાની પ્રબળ શક્યતા છે. આગામી 7 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ નોંધાશે.

ગુજરાતમાં વરસાદ શા માટે વિલંબમાં પડ્યો હતો?

દરિયામાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાને કારણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાને લીધે અત્યાર સુધી વરસાદ વિલંબમાં પડ્યો હતો.

કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે?

બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વલસાડ અને નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

બનાસકાંઠાના ખેડૂતો શા માટે ચિંતામાં છે?

બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ચિંતામાં છે. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતોને પાણી ન મળવાથી સીઝન નિષ્ફળ જવાનો ડર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget