Unseasonal Rain :રાજ્યના આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ, આગામી 12 કલાક ખેડૂતો માટે ભારે: અંબાલાલે કરી આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે.
Unseasonal Rain :રાજયમાં બે સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ દરમાયન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજયમાં આગામી 12 કલાક વરસાદની આગાહી કરી છે.
સાંજ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની 12 કલાકની કરી આગાહી કરી છે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે, તેમના મત મુજબ આવતીકાલ સવાર સુધી કમોસમી વરસાદ યથાવત રહેશે, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે. ઉત્તપ ગુજરાત, કચ્છમાં પવન સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી જ દેવભૂમિ દ્વારકામાં વાતવરણમાં અચાનક પલટો જોવા મળ્યો સવારથી ઠંડા પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. જો કે કમોસમી વરસાદે ખેડૂતોનો ચિંતામો ચોક્કસ વધારો કર્યો છે.
હવામાન વિભાગે આજે અને કાલે વરસાદની શક્યતાને જોતા 20થી વધુ જિલ્લામાં યલો એલર્ટ આપ્યુંછે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. આદે સવારથી પાટણમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 માર્ચ સુધી વરસાદી વાતાવરણ રહેવાનો અનુમાન આપ્યો છે. જેને લઇને ખેડૂતો ચિંતિત છે. કમોસમી વરસાદના પગલે ઘઉં, બટાકા, જીરૂ, એરંડા, વરિયાળી તેમજ કેરી સહિતના બાગયતી પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી
અગાહીની વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે. ભુજ, અંજાર, મુંદ્રા, ગાંધીધામ સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ છે, જેના કારણ ધરતીપુત્રોની ચિંતા વધી છે.