શોધખોળ કરો

અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો

રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.  આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.  આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પાંચ તારીખથી રાજ્યમાં ઠંડીનું  જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.   હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 અને 4 ફેબ્રુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવશે.  

રાજ્યના અનેક ભાગોમાં વાદળવાયું વાતાવરણ રહેશે

અંબાલાલે જણાવ્યું કે,  3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળવાયું વાતાવરણ રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. અમદાવાદમાં આજથી વાદળો આવવાની શરૂઆત થઈ છે.  પૂર્વી રાજસ્થાનના ભાગોમાં કંઈક અંશે વરસાદી છાંટા પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. આ નવી સિસ્ટમથી રાજ્યમાં માવઠાની આશંકા જણાતી નથી. પશ્ચિમી વિક્ષેપ હટી જતા રાજ્યના અનેક ભાગોમાં ઠંડી પુન આવશે. રાજ્યમાં 5,6 અને 6 ફેબ્રુઆરીએ ઠંડી આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 

આ ઠંડીના કારણે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તપામના 11 ડીગ્રી રહેવાની શક્યતા રહેશે. સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં 11 ડીગ્રી રહેવાની શકયતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 10થી 11 ડીગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડીગ્રી રહેવાની શક્યતા રહેશે. જામનગર અને ભાવનગરના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે. 

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું હતું કે,  ફેબ્રુઆરી મહિનામાં લધુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરીથી  ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સાથે ધુમ્મસ જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,અમદાવાદમાં છૂટછવાયો વરસાદનું અનુમાન છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટાની વધુ અસર જોવા મળી શકે છે.  ઉપરાંત રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ગુજરાતમાં આ કારણે પવનની ગતિ પણ વધશે.

Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?

Embed widget