શોધખોળ કરો

Gujarat: વરસાદને લઈ અંબાલાલની આગાહી, આ તારીખ સુધી ભારે પવન સાથે વરસાદ વરસશે

આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઓગસ્ટ મહિનામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. 9 ઓગસ્ટ સુધી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસશે.

ગાંધીનગર: આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઓગસ્ટ મહિનામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. 9 ઓગસ્ટ સુધી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ  બંગાળના ઉપસાગરમાં એક ડિપ ડિપ્રેશન બનવાની સંભાવના છે જેના કારણે વરસાદ થઈ શકે છે. 

Gujarat: વરસાદને લઈ અંબાલાલની આગાહી, આ તારીખ સુધી ભારે પવન સાથે વરસાદ વરસશે

જો કે,હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. દરિયોમાં કરંટના કારણે માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં પવનની ગતિ 40-45 કિમી પ્રતિ કલાક રહી શકે છે. સામાન્ય દિવસો કરતા જમીન પર પણ પવનની ગતિ વધુ એટલે કે 20-30 કિમી પ્રતિ કલાક જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.જેને લઈ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.  રાજ્યના અન્ય વિસ્તારમાં પણ મેઘવર્ષા થશે. આજે અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં  ભારે વરસાદ વરસશે.  4 ઓગસ્ટના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, અને મહીસાગરમાં  મૂશળધાર વરસાદ વરસશે. 5 ઓગસ્ટના અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે.

Gujarat: વરસાદને લઈ અંબાલાલની આગાહી, આ તારીખ સુધી ભારે પવન સાથે વરસાદ વરસશે

બુધવારે રાજ્યમાં  તાપી, ડાંગ, વલસાડ,  સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ સામાન્યથી લઈ ભારે વરસાદ વરસી શકે છે. 

ગુરુવારે રાજ્યમાં તાપી, ડાંગ, વલસાડ,  સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.   

સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી સિઝનનો 75 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ધંધૂકામાં 110 ટકા અને સૌથી ઓછો બાવળામાં 30 ટકા વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

3થી 4 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે

ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ ઓછો રહેશે. હાલ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદનું જોર ઘટશે. એક આંકડા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધી 85 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો. આગાહી વચ્ચે હાલ માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઈ છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Embed widget