Weather: ગુજરાતમાં ત્રાટકી શકે છે ભારે પવન સાથે કમોસમી વરસાદ, જાણો આંબાલાલે શું કરી આગાહી
હવામાન વિભાગે 8 મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલે 11 અને 12 મે વાતાવરણના પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે.

Wealth: રાજ્યમાં હાલ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. માર્ચ માસ બાદ એપ્રિલ અને હવે મે માસમાં પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 8 મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલે 11 અને 12 મે વાતાવરણના પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે.
રાજ્યમાં હાલ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. માર્ચ માસ બાદ એપ્રિલ અને હવે મે માસમાં પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 8 મે સુધી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલે પણ વાતાવરણના પલટાની વાત કરી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ ગુજરાતમાં 11 અને 12 મે કમોસમી વરસાદની ફરી આગાહી કરી છે.
વાવાઝોડા વિશે શું કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર મે માસમાં વરસાદ સાથે વાવાઝોડુ પણ આવી શકે છે. જેની અસર દક્ષિણ પૂર્વિય તટ અને બાંગલાદેશ પર રહેશે. તો 28મી મેથી 4 જૂન વચ્ચે ફરી અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.આબાંલાલના અનુમાન મુજબ મે અને જૂનમાં વાવાઝોડું આવી શકે છે.ઉપરાંત નવેમ્બરમાં પણ તેજ પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આંબાલાલે મે અને જૂનમાં ગુજરાતમાં પણ વાવાઝાડો અને વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. નવેમ્બરના મધ્યમાં પણ વાવાઝોડો અને વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. ઉપરાંત આબાલાલાના કહેવા મુજબ 28મી મેથી 4 જૂન વચ્ચે ફરી અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે. જેના કારણે સૌરાષ્ટ્ર અને પશ્ચિમમા વરસાદ થઇ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે. ચોમાસની વાત કરીએ તો આંબાલાલ મુજબ ચોમાસાની વિધિવત શરૂઆત 20 જૂનની આસપાસ થવાનો અનુમાન વ્યક્ત કર્યો છે.
ગઇકાલે ક્યાં કેટલો થયો વરસાદ
Gujarat Weather Update: આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણામાં તો સવા બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ જાણે નદી બની ગયા હતા. ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ક્યા કેટલો વરસાદ?
- કચ્છના નખત્રામાં અઢી ઇંચ
- જૂનાગઢના મેંદરળામાં દોઢ ઇંચ
- રાજકોટના ઉપલેટામાં દોઢ ઇંચ
- જામનગરના કાલાવડમાં દોઢ ઇંચ
- જૂનાગઢના માળીયામાં સવા ઇંચ
- રાજકોટના ધોરાજીમાં એક ઇંચ
- જૂનાગઢના કેશોદમાં એક ઇંચ
- જૂનાગઢમાં અડધો ઇંચ
- જૂનાગઢ સીટીમાં અડધો ઇંચ
- રાજકોટ પડધરીમાં અડધો ઇંચ
- ગીર સોમનાથના તાલાલામાં અડધો ઇંચ
- ડાંગના સુબીરમાં અડધો ઇંચ
- જૂનાગઢ વંથલીમાં અડધો ઇંચ
- ડાંગના વઘઇમાં અડધો ઇંચ
- નવસારી વાંસદામાં અડધો ઇંચ
- દ્વારકાના ભાણવડમાં અડધો ઇચ
- ડાંગના આહવામાં અડધો ઇંચ





















