શોધખોળ કરો

Amreli: બગસરા નગરપાલિકાના પ્રમુખનો વિવાદાસ્પદ ઠરાવ, સામાન્ય સભામાં લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિ રહી શકશે હાજર

બગસરા નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ માટે નવા પ્રમુખ પદે જ્યોત્સનાબેન રિબડીયાની થોડા દિવસ પહેલા વરણી કરવામાં આવી છે.

Amreli News: બગસરા નગર પાલિકા પ્રમુખે વિવાદાસ્પદ ઠરાવ કર્યો છે. જે મુજબ સામાન્ય સભામાં લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિ હાજર રહી શકશે  અને સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખોને મોબાઈલ લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રમુખ જ્યોત્સનાબેન રિબડીયાએ ઠરાવ બહાર પાડ્યો છે. મહિલા સભ્યના લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિ પ્રતિનિધિ તરીકે હાજર રહી શકશે તેવો ઠરાવ છે. મહિલા સદસ્યના લોહીના સબંધ ધરાવતી કોણ વ્યક્તિ પ્રતિનિધિ તરીકે હાજર રહેશે તેના નામની જાણ અગાઉ કરવાનો ઠરાવમાં ઉલલ્લેખ કર્યો છે.

મહિલા પ્રમુખના પતિએ શું કહ્યું

મહિલા પ્રમુખના પતિ એ વી રિબડીયાએ કહ્યું, વિપક્ષના સભ્યો કોઈ મુદ્દે ચર્ચા નથી કરવા દેતા. મહિલા સભ્યના પ્રતિનિધિ સભામાં આવે તો વિક્ષેપ થતો, હવેથી લોહીના સંબંધ ધરાવતા પ્રતિનિધિ જ હાજર રહી શકશે. બગસરા નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ માટે નવા પ્રમુખ પદે જ્યોત્સનાબેન રિબડીયાની થોડા દિવસ પહેલા વરણી કરવામાં આવી છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, મહિલા સશક્તિકરણની ફક્ત ગુલબાંગો છે. મહિલા ચૂંટાયા છે તો કેમ તેના પરિવારજનો વહિવટ કરે છે. આ ઠરાવ ભાજપની માનસિકતાને છતી કરે છે.

Amreli: બગસરા નગરપાલિકાના પ્રમુખનો વિવાદાસ્પદ ઠરાવ, સામાન્ય સભામાં લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિ રહી શકશે હાજર

જિલ્લા ભાજપ પ્રમુખે શું કહ્યું

બગસરા પાલિકાના વિચિત્ર ઠરાવ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખની વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ રાજેશભાઇ કાબરીયાએ કહ્યું, મહિલા સદસ્યના બ્લડ રિલેશનમાં આવતા પોતાના કાકા, ભાઈ, બહેનને પોતાની સલામતી માટે સાથે જઇ શકશે. બગસરા નગરપાલિકામાં વહીવટ મહિલાઓજ કરવાની છે પરંતુ તેમની સલામતી માટે બ્લડના રિલેશન સાથે હોય તો સલામત સમજે છે.
ભાજપના રાજમાં મહિલાઓ સલામત હોવાના દાવાઓ થઈ રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખના વિવાદિત નિવેદનને લઈ બગસરા પાલિકામાં જ મહિલા સદસ્યોની સલામતી સામે  સવાલો ઉઠ્યા છે.

ગત તારીખ 3-10-2023ના રોજ બગસરા નગરપાલિકાના ચૂંટાઈને આવેલા પ્રમુખ-ઉપપ્રમુખ અને સદસ્યોએ ઠરાવ પસાર કર્યો છે કે નગરપાલિકાની સામાન્ય સભાની મિટિંગ મળે ત્યારે મહિલા સદસ્યના બદલે તેમના લોહીના સંબંધ હોય તે વ્યક્તિ પણ હાજર રહી શકશે. એટલે કે મહિલા સદસ્યના બદલે તેમના પતિ વહીવટ કરી શકશે.  એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે તો બીજી બાજું બગસરા નગરપાલિકાએ મહિલા સદસ્યોના અધિકાર છીનવી લેતો ઠરાવ પસાર કર્યો છે. ચોંકાવનારી વાત તો છે એ છે કે બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રાબડીયા છે અને આ  સિવાય  નગરપાલિકામાં 14 મહિલા સદસ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા

Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક

Embed widget