સૌરાષ્ટ્રના મોટા શહેરમાં ભાજપના ધારાસભ્યે લોકોનાં ટોળાં ભેગાં કરી ઉદઘાટનના નામે કર્યો તાયફો, ભાજપના ક્યા ક્યા નેતા હાજર ?
અમરેલીના ધારીના ભાજપના ધારાસભ્ય જે.વી કાકડીયાની હાજરીમાં ઈંગોરાળાથી ધારી સુધી ડામર રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સહિત કેટલાક લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા.આ ઉપરાંત સોશિયલ ડિસ્ટનસના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા.
અમરેલીઃ રાજ્યમાં કોરોનાને વકરતો અટકાવવા સરકાર તરફથી નિયંત્રણો અને રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યા છે. જેને લઈને નાના વેપારીઓ અને ધંધાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ દરમિયાન નેતાઓના કાર્યક્રમો અને ફોટો સેશનના રાજકીય તાયફાઓ યથાવત રહ્યા છે.
અમરેલીના ધારીના ભાજપના ધારાસભ્ય જે.વી કાકડીયાની હાજરીમાં ઈંગોરાળાથી ધારી સુધી ડામર રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સહિત કેટલાક લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા.આ ઉપરાંત સોશિયલ ડિસ્ટનસના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ ધારપાસભ્ય બાલુભાઈ તંતી, કાળુભાઈ ફિંડોળીયા, જીતુભાઈ જોશી, કાંતિલાલ તંતી, અતુલભાઈ કાનાણી, ખોડાભાઈ ભુવા સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ શું ભાજપના નેતાઓને નિયમો શુ ભાજપના નેતાઓ નિયમો નથી નડતાં તેવા સવાલ ઉભા થયા છે. સરકારી આંકડા મુજબ અમરેલી જિલ્લામાં ગઈકાલે પ્રથમ વખત 112 કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. અમરેલી જિલ્લામાં હાલ કોરોના કૂદકેને ભૂસકે વધી રહ્યો છે ત્યારે નેતાઓના આવા તાયફા ક્યારે બંધ થશે તેવી ચર્ચા થઈ રહી છે.
ગુજરાતમાં ૨૩ દિવસ બાદ ૧૧ હજારથી ઓછા કેસ
ગુજરાતમાં ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૯૯૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૧૮ના મૃત્યુ થયાહતાછે. આ સાથે દૈનિક કેસનો આંક ૧૧ હજારથી નીચે ગયો હોય તેવું ૨૩ દિવસમાં પ્રથમવાર બન્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૭ લાખને પાર થયો છે. ૭ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા હોય તેવું ગુજરાત ૧૧મું રાજ્ય છે. હાલમાં કુલ કેસ ૭,૦૩,૫૯૪ જ્યારે કુલ મરણાંક ૮,૬૨૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૫,૧૯૮ દર્દી કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ વધીને હવે ૮૦.૦૪% છે. હાલમાં ૧,૩૧,૮૩૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯૮ દર્દી વેન્ટિલેટર પર છે. ,૩૫,૭૮૭ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૪ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૩,૭૦૨ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.