Amereli : માતાએ બે દીકરીઓ સાથે કેરોસીન છાંટીને આપઘાત કરી લેતાં અરેરાટી, શું છે કારણ?
તિ અને પત્નીને ઘણા સમયથી ગૃહ કંકાસ ચાલી રહ્યો હતો, જેને લઈને આજે માતાએ બંને પુત્રીઓ ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી હતી. આ સમગ્ર વિગત સાવરકુંડલા ડીવાયએસપી એ જણાવી હતી.
અમરેલીઃ ધારીના ચલાલા ગામે હરિધામ સોસાયટીમાં ગઈ કાલે બપોરે માતાએ બે દીકરીઓ સાથે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી. આ બનાવને લઇને નાનકડા ચલાલા ગામ અને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ.
ધારી નજીક ચલાલા ગામે હરિધામ સોસાયટીમાં રહેતા દેવમુરારી પરિવારના સોનલબેન ભરતભાઇ દેવમુરારી ઉંમર-40 વર્ષ તેમજ દીકરી હિતાલી ભરતભાઇ દેવમુરારી ઉંમર-14 વર્ષ અને 3 માસની દીકરી ખુશી ભરતભાઇ દેવમુરારીનું મોત નીપજ્યું છે. ચલાલા મુકામે રહીને ભરતભાઈ વેવસાઈ દળવાની ઘંટી ચલાવતા હતા બંને દીકરીઓની માતા સોનલબેન જાતે અને બન્ને દીકરીઓ ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ આસપાસ લોકોને થતા તેઓએ તુરત જ સોનલબેનના પતિ ભરતભાઇ દેવમુરારીને જાણ કરી હતી, પરંતુ ભરતભાઇ ઘરે પહોંચે તે પહેલાં જ માતા અને બંને દીકરીઓ બળીને ભડથું થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલાના ડીવાયએસપી કે.જે.ચૌધરી તેમજ ચલાલા પોલીસ ધારીના મામલતદાર અને ચલાલા નગરપાલિકા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પતિ અને પત્નીને ઘણા સમયથી ગૃહ કંકાસ ચાલી રહ્યો હતો, જેને લઈને આજે માતાએ બંને પુત્રીઓ ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી હતી. આ સમગ્ર વિગત સાવરકુંડલા ડીવાયએસપી એ જણાવી હતી.
હરિધામ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં આગ લાગી તેવી જાણ નગરપાલિકાને થતાં નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આસપાસના રહીશો દ્વારા આગને બુજવવામાં આવી હતી. બંને દીકરી અને માતાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એક જ ઘરના ત્રણ વ્યક્તિ આત્મહત્યા કરી મોતને ભેટ્યા હતા. ત્રણે મૃતકને પી.એમ.અર્થે ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા. આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા.
રાજુલાઃ અમરેલી જિલ્લામાં સાધ્વીની હત્યાથી સમગ્ર વિસ્તાર ચકચાર મચી ગઈ છે. રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ નજીક આવેલ ઓમ નારાયણ આશ્રમના સાધ્વીની હત્યા કરવામાં આવી છે. આશ્રમમાં સાધ્વી તરીકે કામ કરતી મહિલાની આશ્રમમાં જ તીક્ષિણ હથિયાર વડે હત્યાથી ચકચાર મચી ગઈ છે.
સમગ્ર પંથકમાં માતાજી તરીકે ઓળખાતી સાધ્વીની આશરે ઉંમર 45 હત્યાને લઈ પોલીસ દોડી આવી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામા ગામ લોકો દોડી ગયા હતા. પોલીસ દ્વારા હત્યારાને શોધવા કવાયત શરૂ કરી છે. જોકે, સાધ્વીની હત્યા કોણે અને કેમ કરી તેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.