શોધખોળ કરો

Amreli: દિવાળીના તહેવારોમાં સિંહ દર્શન દરમિયાન લાયન શૉ નહીં કરી શકાય, વન વિભાગે આપ્યુ એલર્ટ

અમરેલી અને આજુબાજુના વિસ્તારોમાં સિંહ દર્શન દરમિયાન કોઇપણ ટોળકી સિંહોની પજમણી ના કરે તે માટે વન વિભાગ એક્શન મૉડમાં આવ્યુ છે.

Amreli News: આજથી દિવાળીની તહેવારો અને હરવા ફરવાની દિવસો શરૂ થઇ ગયા છે, ગુજરાતમાં આ સમય દરમિયાન લોકો સૌથી વધુ લાયન સફારીનો આનંદ લેવા ગીર, અમરેલી અને અન્ય જગ્યાઓ જાય છે. પરંતુ આ વખતે સિંહ દર્શન દરમિયાન લાયન શૉને અટકાવવા ગુજરાતનું વન વિભાગ એક્શન મૉડમાં આવ્યુ છે. વન વિભાગે દિવાળીના તહેવારોમાં લાયન શૉની ઘટનાઓને અટકાવવા માટે રેડ એલર્ટ આપ્યુ છે. વન વિભાગે પાલીતાણા શેત્રુંજી ડીવિઝન અંતર્ગત અલગ અલગ 13 ટીમો બનાવીને લાયન શૉ ઉપર બાજ નજર રાખવા ખાસ પેટ્રૉલિંગ શરૂ કરી દીધુ છે. 

મળતી માહિતી પ્રમાણે, અમરેલી અને આજુબાજુના વિસ્તારોમાં સિંહ દર્શન દરમિયાન કોઇપણ ટોળકી સિંહોની પજમણી ના કરે તે માટે વન વિભાગ એક્શન મૉડમાં આવ્યુ છે. દિવાળીના તહેવારોમાં વનવિભાગ દ્વારા લાયન શૉની ઘટનાઓ અટકાવવા રેડ એલર્ટ અપાયું છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી અલગ-અલગ 13 ટીમો બનાવીને આજથી સ્પેશ્યલ પેટ્રૉલિંગ શરૂ કરવામાં આવ્યુ છે. આગામી 5 દિવસ દરમિયાન કોઇપણ અસમાજિક ટોળકી કે ટીખળ સિંહોને હેરાન પરેશાન ના કરે, તે માટે વન વિભાગ બાજ નજર રાખશે. આમાં રાજુલા જાફરાબાદ લીલીયા સહીતની અલગ-અલગ 7 જેટલી રેન્જનો સમાવેશ થાય છે. દિવાળી વેકેશન સમયમાં સિંહ દર્શનની સૌથી વધુ ઘટનાઓ સામે આવતી હોય છે. આવી પજમણીની ઘટનાઓને રોકવા માટે હવે વન્યકર્મીઓ રાત્રિના સમયે પણ એક્શન મૉડમાં જોવા મળશે. 

ફટાકડા વિના દિવાળી ઉજવવાની શાનદાર રીત, અપનાવો આ ટિપ્સ

દિવાળી એ ઉત્સવ અને ઉત્સાહનો તહેવાર છે. ઘણીવાર લોકોને ફટાકડા વિના દિવાળીની ઉજવણી અધૂરી લાગે છે. બાળકોને દિવાળી પર ફટાકડા ફોડવાનું અને ફટાકડા જોવાનું પસંદ છે. પરંતુ ફટાકડામાંથી નીકળતા ધુમાડાને કારણે હવા ગંભીર રીતે પ્રદૂષિત થાય છે. તેથી, આપણે બાળકોને સ્વચ્છ અને સલામત દિવાળી ઉજવવાની રીતો શીખવી જોઈએ. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે ફટાકડા વિના બાળકોની દિવાળી ખૂબ જ સુંદર બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ વિશે-

સાથે રંગોળી બનાવીને

દિવાળી પર તમે બાળકો સાથે મળીને ઘરે અને આંગણામાં રંગબેરંગી રંગોળીઓ બનાવી શકો છો.. બાળકોને રંગીન પાવડર અને રંગો સાથે રમવાનું પસંદ છે. તેઓ તેમની કલ્પનાથી વિવિધ ડિઝાઇન બનાવી શકે છે. આનાથી તેમને ખુશી મળશે અને તેમને થોડી સર્જનાત્મકતા કરવાની તક મળશે. ફટાકડા વગરના બાળકો માટે દિવાળીને ખાસ બનાવવાની આ એક સારી રીત છે.

દિવાળીની વાર્તા અને પરંપરાઓ વિશે કહો

બાળકો સાથે મળીને મીઠાઈ બનાવો

દિવાળી પર, તમે તમારા બાળકો સાથે મળીને મીઠાઈ અને નાસ્તો બનાવી શકો છો. બાળકોને વાનગીઓ અને મીઠાઈઓ તૈયાર કરવામાં ખૂબ જ મજા આવે છે. આનાથી તેમને ઘરના કામમાં રસ લેવાની તક મળે છે. આ ઉપરાંત, તેઓ મહેનત અને શ્રમનું મહત્વ પણ સમજશે.

સાથે મળીને ઘર સજાવો

આપણે સાથે મળીને ઘરને રોશન કરવા માટે રંગબેરંગી લેમ્પ્સ અને સીરિઝ લગાવી શકીએ છીએ. જો આખો પરિવાર સાથે મળીને ઘરને સજાવે તો બાળકોને ખૂબ આનંદ થાય છે. ઘરની સજાવટમાં બાળકોની મદદ લો. આનાથી પરિવારમાં એકતા આવે છે અને બાળકોને આખા પરિવાર સાથે જોડી રાખે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Embed widget