શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા પાસે બે કાર અને બાઇકનો ત્રિપલ અકસ્માત, બેનાં મોત
સાવરકુંડલાના બાઢડા પાસે બે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર પરુષ અને મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જાયા બાદ બંને કાર ચાલકો કાર મૂકીને નાસી છૂટ્યા હતા.
સાવરકુંડલાઃ અમરેલી પંથકમાં જીવલેણ અકસ્માતો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. બાબરાના ભાજપ આગેવાન અને નગરપાલિકાના પૂર્વ સભ્ય કુમાર સિંહ સોલંકીનું હિટ એન્ડ રનમાં મોત નીપજ્યું હોવાની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં આવી જ વધુ એક હિટ એન્ડ રનની ઘટના સાવરકુંડલાના બાઢડા પાસે બની હતી.
મળતી માહિતી પ્રમાણે, સાવરકુંડલાના બાઢડા પાસે બે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર પુરુષ અને મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જાયા બાદ બંને કાર ચાલકો કાર મૂકીને નાસી છૂટ્યા હતા.
અકસ્માતની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ આવી પહોંચી હતી. પોલીસે અજાણ્યા બંને મૃતકોની તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત કાર મૂકીને ફરાર થઈ ગયેલા કાર ચાલકોની વિગત મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
INDvNZ: ICC એ ભારતીય ટીમને કેમ ફટકાર્યો દંડ ? જાણો વિગતે
INDvNZ: રોહિત શર્માના સ્થાને કોને મળી શકે છે ભારતીય ટીમમાં સ્થાન, જાણો વિગત
INDvNZ: વન ડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, રોહિત શર્મા થયો બહાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement