શોધખોળ કરો

INDvNZ: રોહિત શર્માના સ્થાને કોને મળી શકે છે ભારતીય ટીમમાં સ્થાન, જાણો વિગત

ન્યૂઝીલેન્ડની અંતિમ અને પાંચમી ટી-20 દરમિયાન ભારતીય ઈનિંગની 16મી ઓવરમાં રોહિત શર્માને પગની ઈજા થઈ હતી. જેના કારણે વન ડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

નવી દિલ્હીઃ ઈજાની સમસ્યાથી પરેશાન ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વન ડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ અને પાંચમી ટી-20 દરમિયાન ભારતીય ઈનિંગની 16મી ઓવરમાં રોહિત શર્માને પગની ઈજા થઈ હતી. જેના કારણે હવે તે 3 મેચની વન ડે સીરિઝ અને 2 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનો હિસ્સો નહીં હોય. 60 રન બનાવી રોહિત થયો રિટાયર્ડ હર્ટ રવિવારે રમાયેલી પાંચમી અને અંતિમ ટી-20માં રોહિત શર્મા 60 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના પગના સ્નાયુ ખેંચાઈ જવાના કારણે તે ફિલ્ડિંગમાં પણ નહોતો આવ્યો અને તેના સ્થાને લોકેશ રાહુલે કેપ્ટનશિપ કરી હતી. પાંચમી ટી-20માં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને રોહિતે સુકાની પદ સંભાળ્યું હતું. રોહિતનું સ્થાન લેવા કોણ-કોણ છે દાવેદાર રોહિત શર્માના સ્થાને વન ડે ટીમમાં મયંક અગ્રવાલનો સમાવેશ થઈ શકે છે. જ્યારે ટેસ્ટ ટીમમાં રોહિતના સ્થાને લોકેશ રાહુલને તક મળી શકે છે. લોકેશ રાહુલ ઓગસ્ટ, 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે અંતિમ વખત ટેસ્ટ રમ્યો હતો. ટી-20 સીરિઝમાં દર્શાવેલા શાનદાર ફોર્મ બાદ તે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો પ્રબળ દાવેદાર છે. આ ઉપરાંત પૃથ્વી શૉ અને શુભમન ગિલ પણ દાવેદાર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ ODI સીરીઝ કાર્યક્રમ પ્રથમ વન ડે, 5 ફેબ્રુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, સવારે 7.30 કલાકે બીજી વન ડેઃ 8 ફેબ્રુઆરી, ઈડન પાર્ક, ઓકલેન્ડ, સવારે 7.30 કલાકે ત્રીજી વન ડેઃ 11 ફેબ્રુઆરી, બે ઑવલ, સવારે 7.30 કલાકે ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરીઝ કાર્યક્રમ પ્રથમ ટેસ્ટ, 21 થી 25 ફેબ્રુઆરી, વેલિંગ્ટન, સવારે 4.00 કલાકે બીજી ટેસ્ટઃ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ, ક્રાઇસ્ટચર્ચ, સવારે 4.00 કલાકે ટીમ ઈન્ડિયા છે ઈજાથી પરેશાન ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત પહેલા ઈશાંત શર્મા અને શિખર ધવન ઈજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર થઈ ગયા હતા. થોડા દિવસ પહેલા હાર્દિક પંડ્યા ઈજામાંથી મુક્ત ન થઈ શકતા ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ભુવનેશ્વર કુમાર પણ ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે. INDvNZ: વન ડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, રોહિત શર્મા થયો બહાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget