Amul Milk: લોકોને લાગશે મોંઘવારીનો વધુ એક માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો મોટો વધારો
Amul Milk: નવા મહિનાની શરુઆતમાં જ અમૂલ ડેરીએ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Amul Milk: નવા મહિનાની શરુઆતમાં જ અમૂલ ડેરીએ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ સ્ટાન્ડર્ડ,અમૂલ બફેલો, અમૂલ ગોલ્ડ,અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમૂલ ટી સ્પેસ્યલ,અમૂલ તાજા અને અમૂલ ગાયનાં દુધનાં ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આવતીકાલ સવારથી દુધમાં ભાવ વધારો અમલમાં આવશે
- અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી. જુની કિંમત 30 રૂ।. નવી કિંમત 31 રૂ।.
- અમૂલ બફેલો દૂધ 500 મીલી જુની કિંમત 36 રૂ।. નવી કિંમત 37 રૂ.
- અમૂલ ગોલ્ડ દુધ 500 મીલી જુની કિંમત 33 રૂ।. નવી કિંમત 34 રૂ।.
- અમૂલ ગોલ્ડ દુધ એક લીટર જુની કિંમત 65 રૂ।. નવી કિંમત 67 રૂ।.
- અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી. જુની કિંમત 24 રૂ।. નવી કિંમત 25 રૂ।.
- અમૂલ ટી સ્પેસ્યલ 500 મીલી જુની કિંમત 31 રૂ।. નવી કિંમત 32 રૂ।.
- અમૂલ તાજા દૂધ 500 મિલી જુની કિંમત 27 રૂ।. નવી કિંમત 28 રૂ।.
- અમૂલ તાજા દુધ 1 લીટર જુની કિંમત 53 રૂ।. નવી કિંમત 55 રૂ।.
- અમૂલ ગાય દુધ 500 મીલી જુની કિંમત 28 રૂ।. નવી કિંમત 29 રૂ।.
અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર -
દેશને સહકારિતામાં રહેલી શક્તિનો પરિચય કરાવનાર અમુલ ડેરીએ નાણાકીય વર્ષ 2023 24 માં ઐતિહાસિક 12,880 કરોડનું ટર્નઓવર કર્યું છે. અમુલે તેની ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણાની અતૂટ પ્રતિબદ્ધતા સાથેડેરી ઉદ્યોગમાં અગ્રણી સંસ્થા તરીકેની તેની સ્થિતિને રેખાંકિત કરીને વિવિધ સ્તરે નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે. અમૂલે 173 કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન સાથે મુખ્ય દૂધ સંપાદક તરીકે તેની સિ્થતિ વધુ મજબૂત કરી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર 15% નો વધારો દર્શાવે છે. આ નોંધપાત્ર વૃદ્ધિ ખેડૂતોને ટેકો આપવા અને સંઘની ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે અમૂલના સતત પ્રયાસોને રેખાંકિત કરે છે.
સહકારીના અજોડ ઉધારણ જેવી અમૂલ ડેરીને મળેલ મોટી સફળતા માટે અમૂલ ડેરીના વર્તમાન ચેરમેન વિપુલ પટેલે નિયામક મંડળના સાથી મિત્રો, દૂધ મંડળીઓના ચેરમેન, સેક્રેટરી, સભાસદ ભાઈઓ-બહેનો તથા સંઘના મૅનેજિંગ ડિરેક્ટર તથા અધિકારી ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિપુલ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2023-24 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખુબ જ કપરું રહ્યું હતું. તેમ છતાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘનો ઉથલો અંદાજિત રૂપિયા 12880 કરોડને પાર કરી ગયો છે, પાછલા વર્ષની સરખામણીમાં અંદાજિત 9% વધારો મેળવ્યો છે. અમુલ માટે ખૂબ જ સંતોષની વાત છે કે, ચાલુ વર્ષે 1000 રૂપિયાથી વધુ પોષણક્ષમ દૂધનો ભાવ આપી શક્યા છીએ. જે ગત વર્ષની સરખામણીમાં 11 ટકા નો વધારો સૂચવે છે. જે અમૂલની વ્યવસાયિક કામગીરીની મબૂતાઈ અને વિકસતી બજાર ગતિશીલતાને અનુકૂલન કરવાની તેની ક્ષમતા દર્શાવે છે.





















