Suicide: બનાસકાંઠાની આ હોટેલમાં છેલ્લા 10 વર્ષની કામ કરતા કર્મચારીએ કર્યો આપઘાત, પોલીસ ઘટના સ્થળે
બનાસકાંઠા: ધાનેરામાં આવેલી શિવ હોટલમાં આપઘાતની ઘટના સામે આવી છે. હોટલના જ કર્મચારીએ રૂમમાં ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો છે. 30 વર્ષીય મુકેશ નામના કર્મચારીએ હોટલમાં જ આપઘાત કરતા ચકચાર મચી છે.
બનાસકાંઠા: ધાનેરામાં આવેલી શિવ હોટલમાં આપઘાતની ઘટના સામે આવી છે. હોટલના જ કર્મચારીએ રૂમમાં ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો છે. 30 વર્ષીય મુકેશ નામના કર્મચારીએ હોટલમાં જ આપઘાત કરતા ચકચાર મચી છે. મૂર્તક મુકેશ શિવ હોટલ પેલેસમાં છેલ્લા 10 વર્ષથી કામ કરતો હતો. લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, યુવકે ક્યા કારણોસર આ પગલું ભર્યું તેના માહિતી સામે આવી નથી.
રાજ્યમાં હજુ પડશે કમોસમી વરસાદ
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં હિટવેવની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસમાંત્રણ ડિગ્રી તાપમાન વધશે. કચ્છ, ગીર, સોમનાથ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હાલમાં કચ્છમાં 37 ડિગ્રી, કંડલા 36.4, પોરબંદર 37 અને વેરાવળ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ તાપમાન જાય ત્યારે હિટવેવ જાહેર કરાય છે. હિટવેવ વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી ઉપર જઇ શકે છે
13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળ રહેશે. હિટવેવ વિસ્તારમાં બહાર ન જવા અને જરૂરી ઉપાય કરવા અપીલ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદ 36 ડિગ્રી અને ગાંધીનગર 35 ડિગ્રી તાપમાન છે. આગામી દિવસમાં 37 ડિગ્રી ઉપર તાપમાન પહોંચશે.
દેશના આ ભાગમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 54 ડિગ્રીએ પહોંચી ગયો
શિયાળાની સિઝન હમણાં જ પૂરી થઈ છે, પરંતુ અત્યારથી જ લોકો જૂનની આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં ગરમીએ પોતાનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. કેરળમાં પણ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ગુરુવારે (9 માર્ચ) તૈયાર કરાયેલા અહેવાલ મુજબ, રાજ્યના કેટલાક સ્થળોએ તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આવી સ્થિતિમાં તે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે અને આવનારા દિવસોમાં હીટ સ્ટ્રોકની શક્યતા છે.