શોધખોળ કરો

Gandhinagar: ગુજરાતમાં વધશે પશુ ચિકિત્સા સેવાનો વ્યાપ, ૨૫૦ નવા મોબાઈલ પશુ દવાખાના કરાશે શરૂ કરાશે

પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ ગામોમાં ઘર આંગણે પશુ સારવાર સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ સાથે પશુપાલન ક્ષેત્રને પણ સરકાર તરફથી એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજના હેઠળ ચાલુ વર્ષે ૨૫૦ નવા મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે. જેનાથી ૨૫૦૦થી વધુ ગામને આ યોજનાનો લાભ મળશે.

રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પશુ કલ્યાણકારી પ્રયાસો હાથ ધર્યા છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS મારફતે ૨૫૦ નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે.

રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહ્યું છે. પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજના હેઠળ ગુજરાતમાં કાર્યરત ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે ૫,૩૦૦ થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના અન્ય ગામડાઓને આ સેવાનો લાભ મળે તે માટે નવા ફરતા પશુ દવાખાના શરૂ કરી વધુ ગામડાઓને આવરી લેવાની રાજ્ય સરકારની યોજના છે.

તેમણે કહ્યું કે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં જ નવા ૨૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પશુ હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે પૈકીના ૨૦૦ નવા ફરતા પશુ દવાખાના બિન-આદિજાતિ વિસ્તારમાં અને ૫૦ નવા ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ૧૭.૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

પશુપાલન મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે નવા ૨૫૦ ફરતાં પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના વધુ ૨૫૦૦ જેટલા ગામના પશુઓને ઈમરજન્સીમાં ઓન કોલ ૧૯૬૨ નંબર પર ફોન કરવાથી ઘર આંગણે જ પશુ સારવારની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. ગામોમાં આ સેવા ઘરબેઠા ઉપલબ્ધ થવાથી જે તે વિસ્તારમાં પશુચિકિત્સા સેવાના વ્યાપમાં પણ વધારો થશે. કુદરતી હોનારત અને રોગચાળો ફાટી નીકળે તેવી વિકટ સ્થિતિમાં પણ રોગચાળા નિયંત્રણની કામગીરી માટે આ ફરતાં પશુ દવાખાના ઉપયોગી સાબિત થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Saif Ali Khan Discharged: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, સામે આવી પ્રથમ તસવીર  
Saif Ali Khan Discharged: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, સામે આવી પ્રથમ તસવીર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, જુઓ લો મતદાન અને પરિણામની તારીખNavsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલોGujarat Local Body Election 2025 : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ થશે જાહેર, સૌથી મોટા સમાચારGujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Saif Ali Khan Discharged: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, સામે આવી પ્રથમ તસવીર  
Saif Ali Khan Discharged: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, સામે આવી પ્રથમ તસવીર  
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11  દેશ માટે  ડોનાલ્ડ ટ્રમ્પે  લીધો આ મહત્વનો નિર્ણય
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11 દેશ માટે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો આ મહત્વનો નિર્ણય
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો
Embed widget