(Source: ECI/ABP News/ABP Majha)
Anand Accident : ઓવર સ્પીડમાં જતી કાર પલટી જતાં મહિલાનું મોત
આણંદ - વડોદરા નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટના બની છે. આણંદના અડાસ ગામ પાસે ઓવર સ્પીડમાં કાર પલટી ગઈ હતી.
આણંદઃ આણંદ - વડોદરા નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટના બની છે. આણંદના અડાસ ગામ પાસે ઓવર સ્પીડમાં કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વાસદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Mehsana : ગોઝારીયામાં યુવતી નવજાતને હોસ્પિટલના બાથરૂમાં ફેંકી ફરાર
મહેસાણાઃ ગોઝારીયા સિવિલ હોસ્પિટલમાં ત્યજી દેવાયેલું તાજુ જન્મેલું બાળક મળી આવ્યું છે. કોઇ અજાણી સ્ત્રી તાજુ જન્મેલ બાળક હોસ્પિટલના બાથરૂમમાં ફેંકી ફરાર થઈ ગઈ છે. બાળક જીવત મળી આવતા બાળક ફેંકનાર સ્ત્રીની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે લાઘણજ પોલીસ મથકના ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ છે.
Surendrangar: એની હવસ બુજાવવા મારો ઉપયોગ કર્યો.... યુવકની સુસાઈડ નોટ
Surendranagar Crime News: સુરેન્દ્રનગરના મુળી પોલીસ મથકના કમ્પાઉન્ડમાં સડલા ગામના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. મુળી પોલીસ મથકે કમ્પાઉન્ડ માં અવાવરૂ જગ્યા પાસે જાડ ઉપર ગળે ફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું હતું. યુવકના આ પગલાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
સોશિયલ મીડિયામાં ઓળખ થયા બાદ મૈત્રી કરાર કરી સાથે રહેતી યુવતી છોડીને જતાં રહેતા આત્મહત્યા કરી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત અન્ય ૩ થી ૪ યુવકોને પણ યુવતીએ ફસાવી મોટી રકમ ખંખેરી હોવાનું પણ લખ્યું છે. પોલીસ દ્વારા યુવતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ તેણે સુસાઇડ નોટમાં કરી છે. હીરલ નામની પ્રેમિકા ઉપર યોગ્ય કાર્યવાહી કરવા સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસે સુસાઇડ નોટને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે સુસાઈડ નોટમાં લખ્યું છે, આજથી લગભગ બે વર્ષ પહેલા મારી મુલાકાત ખંભાળીયાની (જામ) હીરલેબન દીપકભાઈ સાથે થઈ હતી. અમે સોશિયલ મીડિયાથી વાત કરતા હતા. તેમાંથી અમારો સંબંધ લાગણીશીલ થઈ ગયો હતો અને એ મારા પ્રેમમાં ડૂબી ગઈ હતી. જેની અસર મને પડી હતી. મારા વીડિયો કોલ અને ફોટાનો બધો ડેટા તેણે એના ફોનમાં સેવ કરી લીધો હતો. જેના લીધે મારે તે કહે તેમ કરવું પડતું હતું. તેની હવસ બુજાવવા તેણે મારો ઉપયોગ કર્યો. તા. 25-04-2022ના રોજ અમે મૈત્રી કરાર કરીને રહેવા લાગ્યા. તેને પાછી લાવવા તેના પતિ દીપકભાઈ નાનજીભાઈ કટેશીયાએ ખૂબ પ્રયત્ન કર્યા, જેના ચક્કરમાં મારા પિતા દેવજીભાઈ જેશીંગભાઈનું મૃત્યું થયું.
હું અને હીરલ બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા. અમુક સમય પછી મને એની આદત થઈ ગઈ હતી. મારા પપ્પાના મૃત્યુ પછી એના (હીરલ)ના સહારે હું જીવતો હતો. જે હાલ પાછી તેના પતિ દીપકભાઈ પાસે જતી રહી છે. હવે એના વગર હું સમાજમાં ઉભો રહી શકું એમ નથી. કારણકે એના લીધે જ બધું થયું છે.
મારા જેવા છોકરાઓને પોતાની હવસ બુજાવવા ફસાવે છે
આ હીરલ સોશિયલ મીડિયામાં મારા જેવા છોકરાઓને પોતાની હવસ બુજાવવા ફસાવે છે, ફોટા વીડિયો અને કોલથી. હું, આશીષ, ભાવિન જેવા છોકરા આની માયાજાળમાં ફસાયેલા છીએ. આશીષ તો બચી ગયો પણ મારા પછી ભાવિન હજુ ફસાયેલો છે. ટૂંક સમયમાં તેને જાણ કરવા વિનંતી. ભાવિનની માહિતી હીરલના મોબાઈલમાંથી મળી જશે. હીરલે પહેલા વિમલની જિંદગી બગાડી, પછી દીપક સાથે લવ મેરેજ કર્યા. પછી મારી સાથે કરાર કરેલો અને હવે ભાવિનના ચક્કરમાં પાછી ખંભાળિયા જતી રહી છે, જેની જાણ તેની પતિને પણ નથી.
વાકછટાથી કરી દે છે પાણી પાણી
હીરલ બ્લેકમેઇલ સ્ત્રી છે, જેને કદાચ હીપ્ટોટાઇઝ કરતાં આવડતું હશે. તેની બોલવાની રીતથી એ હોંશિયાર છે, જેથી ઈમોશનલ થઈ જવાય છે. હીરલે મારી જિંદગી તો બગાડી અને આનાં ચક્કરમાં મારા પિતા પણ જતા રહ્યા. આજથી હું મારી જિંદગીનો અંત કરું છું, માત્ર ને માત્ર હીરલના લીધે. મારી આત્મહત્યા પછળ મારા ઘરના સભ્યો કે મિત્ર, સગા વ્હાલા કોઈ જવાબદાર નથી.